રાજય સરકારની ભરતીમાં એક વર્ષની ખાસ ઉંમર મર્યાદા છુટછાટ જાહેર : દરેક સીધી ભરતીમાં આગામી વર્ષ સુધી લાગુ રહેશે

13 October 2021 05:39 PM
Rajkot Gujarat
  • રાજય સરકારની ભરતીમાં એક વર્ષની ખાસ ઉંમર મર્યાદા છુટછાટ જાહેર : દરેક સીધી ભરતીમાં આગામી વર્ષ સુધી લાગુ રહેશે

રાજયમાં કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી સરકારી ભરતીઓમાં જે વિલંબ સર્જાયો હતો તેના કારણે અનેક લાયક ઉમેદવારો ફકત ઉંમરના જે નિયમો હતા તેને વટાવી જતા નવી ભરતીમાં તેઓ અરજી કરી શકે તેમ નથી તે જોતા રાજય સરકારે ખાસ કિસ્સામાં 1-9-2021થી તા.31-8-2022 સુધીના સમયમાં રાજય સરકાર દ્વારા જે સીધી ભરતી કરવામાં આવશે તેમાં તમામ પ્રકારના વર્ગોના ઉમેદવારો માટેની ઉંમર મર્યાદા એક વર્ષ વધારી દેવામાં આવી છે.

મતલબ કે કોઇપણ ભરતીમાં 30 વર્ષની ઉંમર મર્યાદા હોય તો 31-8-2022 સુધીમાં ભરતીમાં તે 31 વર્ષની મર્યાદા ગણાશે. મહિલાઓને જે ભરતીમાં પાંચ વર્ષની છુટછાટ અપાય છે તે યથાવત રહી છે. મહિલાઓ 4પ વર્ષની જે લાયકાત ચોકકસ ભરતીમાં મળે તે યથાવત રહે છે. અન્ય ભરતીમાં જે કંઇ મહિલાઓને એક વર્ષનો વધારાનો લાભ ચોકકસપણે મળશે.

આ લાભ જનરલ કેટેગરી, ઓબીસી, એસટી, દિવ્યાંગ અને બીનઅનામત વર્ગ માટે જે ભરતી થવાની છે તેમાં લાગુ થશે. જોકે તે એક વર્ષ માટે જ મર્યાદિત છે. આજે કેબીનેટમાં ભુપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેટની પરીક્ષાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે જયાં સુધી નવી પધ્ધતિ અમલી ન બને ત્યાં સુધી ટેટની પરીક્ષાની સમયમર્યાદા વધારવામાં આવે છે. દરમ્યાન સરકાર દ્વારા આગામી સમયમાં 3300 જેટલી નવી જગ્યા ઉભી કરવામાં આવશે અને આ જગ્યા પર ઝડપથી ભરતી થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement