ટ્રાફિકના સમયે ડામર કામ; કોઇ ગેરંટી નહીં!

13 October 2021 05:42 PM
Rajkot
  • ટ્રાફિકના સમયે ડામર કામ; કોઇ ગેરંટી નહીં!
  • ટ્રાફિકના સમયે ડામર કામ; કોઇ ગેરંટી નહીં!
  • ટ્રાફિકના સમયે ડામર કામ; કોઇ ગેરંટી નહીં!
  • ટ્રાફિકના સમયે ડામર કામ; કોઇ ગેરંટી નહીં!

થીગડા મારવા ઝુંબેશ : ‘તળીયુ’ સહન કરી શકે એટલા ખાડા જ બુરાશે

રાજકોટના ત્રણે ઝોનમાં હાલ ખાડા બુરવા પેચવર્કનું અભિયાન ધમધમી રહ્યું છે. રાજમાર્ગો ઉપરના તમામ ખાડા બુરવા પુરો દિવસ કામ ચાલતું હોય આ થીગડા અને ટ્રાફિક વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ પણ થાય છે. ખાડા પર ડામર પાથરવામાં આવે અને તે બાદ તુરંત તેના પર વાહન ચાલે તો કયારેક સારૂ લેવલીંગ થાય છે. તો ઘણી વખત ખાડો બેસી પણ જાય છે.

ખાડા અંદરના ઉંડાણ પર ડામરના આયુષ્યનો મદાર હોય છે. આથી જયાં યોગ્ય ફીલીંગ થયું હોય તેના પરનો ડામર જ ટકે છે. એકંદરે આ થીગડા અને પેચવર્કની કોઇ ગેરંટી હોતી નથી આથી દિવસે ચાલુ બજારે કરાતા ડામરના લપેડા કેટલો સમય ટકશે તે સવાલ વાહન ચાલકો કરી રહ્યા છે.
(તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement