પોરબંદરમાં નિરમા કેમીકલમાં દુર્ઘટના : એક કામદારનું મોત : પાંચ ઇજાગ્રસ્ત

13 October 2021 05:43 PM
Porbandar
  • પોરબંદરમાં નિરમા કેમીકલમાં દુર્ઘટના : એક કામદારનું મોત : પાંચ ઇજાગ્રસ્ત

કેમિકલનું બકેટ તુટતા સર્જાયો અકસ્માત : પ્લાન્ટ બંધ કરવા વહીવટી તંત્રની તજવીજ : તમામ કામદારોને બહાર કઢાયા

રાજકોટ, તા. 13
પોરબંદર સ્થિત નિરમાનાં કેમીકલ પ્લાન્ટમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત થયું છે અને પાંચ કામદારો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સામે આવતા વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે અને પ્લાન્ટ બંધ કરી દેવા તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત થઇ રહેલી વધુ વિગતો મુજબ નિરમા કેમીકલમાં કેમીકલનું એક બકેટ તુટતા એક કામદારનું મોત નિપજયું છે અને પાંચ કામદારો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે તમામ કામદારોને ફેકટરીની બહાર મોકલી દેવામાં આવેલ છે. આ ઉપરાંત વધુ દુર્ઘટના થતી અટકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નિરમા કેમીકલ પ્લાન્ટ બંધ કરી દેવા તજવીજ પણ હાથ ધર્યાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement
Advertisement