સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 25થી બેંકની પ્રીલીમીનરી પરીક્ષાના વર્ગો શરૂ

13 October 2021 05:44 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 25થી  બેંકની પ્રીલીમીનરી પરીક્ષાના વર્ગો શરૂ

રાજકોટ, તા. 13
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીડીસી દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસરની 2,056 તથા આઈ.બી.પી.એસ. ક્લાર્કની ગુજરાતમાં 395 જગ્યાઓ માટેના પ્રીલીમીનરી પરીક્ષાના વર્ગો શરૂ થવાના છે. આ જાહેરાતનાં અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી.સી.ડી.સી. દ્વારા તા. 25-10થી તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ વર્ગમાં વિવિધ જગ્યાઓ માટેનાં અભ્યાસક્રમ ઇગ્લીશ, ક્વોન્ટીટેટીવ એપ્ટીટયૂડ અને રીઝનીંગ એબીલીટી જેવા વિષયોની સઘન તાલીમ આપવામાં આવશે. જેમાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ તા.22 સુધીમાં સીસીડીસી બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, એસ.બી.આઈ. પી.ઓ. અથવા આઈ.બી.પી.એસ.નું ઓનલાઈન ફોર્મની ઝેરોક્ષ તથા ગ્રેજ્યુએશન માર્કશીટ, આઈ.ડી. પ્રુફ સાથે લાવવાનું રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement