T20 વર્લ્ડ કપ : ટીમ ઈન્ડિયામાં થયો ફેરફાર, અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો થયો સમાવેશ

13 October 2021 06:12 PM
Sports
  • T20 વર્લ્ડ કપ : ટીમ ઈન્ડિયામાં થયો ફેરફાર, અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો થયો સમાવેશ

દુબઈ / મુંબઈ :
T20 World Cup: IPL 2021ની સમાપ્તિ બાદ તરત જ ટી20 વર્લ્ડકપની શરૂઆત થશે. જેમાં સૌની નજર ભારત અને પાકિસ્તાનના 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલા પર છે. જોક વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો બદલાવ થયો છે ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ બહાર થઈ ગયો છે. તેના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે.

જેમાં જણાવાયું છે કે શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અક્ષર પટેલને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. પહેલા અક્ષર પટેલ ટીમમાં હતો અને શાર્દુલ ઠાકુર સ્ટેન્ડ બાય હતો.

* ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી,(કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

* સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર

* આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ

આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement