ભારતીય મહિલા એથલીટ હિમા દાસ કોરોના પોઝિટિવ

13 October 2021 06:25 PM
Sports
  • ભારતીય મહિલા એથલીટ હિમા દાસ કોરોના પોઝિટિવ

ન્યુ દિલ્હી :
ભારતની સ્ટાર મહિલા રમતવીર હિમા દાસ (Hima Das) પટિયાલામાં તાલીમ શરૂ કરવા પહોંચી હતી તે સમયે હિમા દાસનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હિમા દાસ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. હિમા દાસે સ્નાયુઓમાં ઇજાને કારણે થોડો વિરામ લીધો હતો.

મીડિયા રિપોર્ટે સ્થાનિક કોચને ટાંકીને તેના અહેવાલમાં લખ્યું છે કે, હિમા 10 તારીખે પટિયાલા આવી હતી..

8 અને 9 ના રોજ ગુવાહાટીમાં હતી. તેને થોડી તકલીફ પડી રહી હતી. અમે વિચાર્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. પટિયાલામાં કરવામાં આવેલા ફરજીયાત કોરોના ટેસ્ટમાં પોઝિટિવ તે જણાઇ છે.

જોકે, હિમાના મીડિયા મેનેજરે રીપોર્ટમાં જણાવ્યું છે, કે તેના સ્વાસ્થ્યની ચિંતા કરવાની કોઈ વાત નથી. ખેલાડીઓ માટે નેશનલ કેમ્પ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાનો છે. પરંતુ હિમા અહીં વહેલી પહોંચી હતી. બાકીના ખેલાડીઓ આગામી થોડા દિવસોમાં પટિયાલા આવશે. 400 મીટરના મુખ્ય કોચ ગેલિના બુખારીનાએ કહ્યું, "તે અહીં છે અને તે તાલીમ કરવા માટે ઇચ્છે છે અને ફોર્મમાં પાછી આવવા માંગે છે.

* ઓલિમ્પિક ક્વોટા ચૂકી હતી

ઓલિમ્પિક પહેલા હિમા દાસ શાનદાર ફોર્મમાં હતી અને તે ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવે તેવી અપેક્ષા હતી. તેણે માર્ચમાં બીજા ફેડરેશન કપમાં 23.21 સેકન્ડનો સમય મેળવ્યો હતો. પરંતુ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્ક હાંસલ કરી શકી નહોતી. પરંતુ તેના સ્નાયુની ઈજાએ તેના અભિયાનને આંચકો આપ્યો હતો. ડોક્ટરની સલાહ વિના, હિમા ઈજા હોવા છતાં આંતરરાજ્યમાં 200 મીટરની દોડમાં દોડી હતી. પરંતુ પોડિયમ સુધી પહોંચી શકી નહોતી. ગાલિનાએ કહ્યું, હિમા કોમનવેલ્થ, એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન માટે સખત તાલીમ લેવા માંગે છે.

* અંડર-20 ચેમ્પિયનશિપ જીતીને ચર્ચામાં છવાઇ હતી

હિમા દાસે અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ચર્ચા જગાવી હતી. આ પછી, તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ મજબૂત પ્રદર્શન કર્યું હતું. 2018 માં જ યોજાયેલી એશિયન ગેમ્સમાં હિમાએ 400 મીટરની ફાઇનલમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ક્વોલિફાય કર્યું હતું. તેણે 51.00 સે. તેણે ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું અને રેસ 50.79 સેકન્ડમાં પૂરી કરી. તે ફાઇનલમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement