જમ્મુ કાશ્મીરમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી ઠાર મરાયો, ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ

13 October 2021 06:40 PM
India
  • જમ્મુ કાશ્મીરમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી ઠાર મરાયો, ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર : જમ્મુ - કાશ્મીરમાં બુધવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક ભયાનક આતંકવાદીને ઠાર માર્યો હતો . માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ જૈશના ટોચના કમાન્ડર શામ સોફી તરીકે થઈ છે. હાલ, અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે .

પોલીસે જણાવ્યું કે સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે . સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની સંયુક્ત ટીમ તિલવાની વિસ્તારમાં શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો . ત્યારે જવાબી કાર્યવાહીમાં , સુરક્ષા દળોએ જૈશ ના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કર્યો હતો . તાજેતરમાં , સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંમાં બે અલગ અલગ જગ્યાઓ પર થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓને મારી પાડ્યા હતા . સોમવારે તુલરાન વિસ્તારમાં કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા . રેકડી લગાવનાર વિરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ ગાંદરબલનો રહેવાસી મુખ્તાર અહેમદ શાહ પણ ઠાર થયેલા ત્રણ આતંકવાદીઓમાં હતો . ફેરીપોરામાં અન્ય એક સંયુક્ત ઓપરેશનમાં , આતંકવાદીઓએ મંગળવારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર ભારે ગોળીબાર કર્યો , જેના પર સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને ઓપરેશનમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા .


Related News

Loading...
Advertisement
Advertisement