હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી, મુંબઈની સેશન્સ કોર્ટમાં હવે આવતીકાલે સુનાવણી થશે

13 October 2021 06:45 PM
Entertainment India
  • હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી, મુંબઈની સેશન્સ કોર્ટમાં હવે આવતીકાલે સુનાવણી થશે

મુંબઈ :
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની જામીન ફરી એક વખત ટળી ગઈ છે. બુધવારે 13 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આર્યનને જામીન ન મળી શકી.

આર્યનને એક રાત વધુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટમાં આર્યનના વકીલ અને એનસીબીની વચ્ચે લાંબી દલીલો થઈ. બાદમાં આર્યનના જામીન પર કોર્ટે પોતાનો નિર્ણય આવતી સુનાવણી સુધી યથાયત રાખ્યો છે.

જામીનની આ સુનાવણી સેશન્સ કોર્ટમાં લગભગ ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. ત્યાર બાદ આર્યનનની જામીન પર અનસીબી અને આર્યનના વકીલે દલીલો કરી હતી. આ સુનાવણી શાંજે લગભગ પોણા છ વાગ્યે સુધી ચાલી હતી. મહત્વનું છે કે જે જેલમાં આર્યન ખાન બંધ છે એટલે કે આર્થર રોડ જેલ જ્યાં શાંજે સાડા પાંચ વાગ્યે તે બંધ થઈ જાય છે. જેલના બંધ થવા પર આર્યન ખાનની જામીન જાહેર છે કે ન થઈ શકે. હવે આર્યન ખાનની જામીન પર કોર્ટ 14 ઓક્ટોબરે એટલે કે ગુરૂવારે પોતાનો નિર્ણય સંભળાવશે.

આર્યનનો કેસ હવે આ વકિલ લડશે
આર્યન ખાનનો કેસ અત્યાર સુધી સતીશ માનશિંદે લડી રહ્યા હતા. પરંતુ હવે શાહરૂખ ખાને સીનિયર એડવોકેટ અમિત દેસાઈને આ કેસ આપ્યો છે. અમિત દેસાઈ 11 ઓક્ટોબરે પણ સતીશ માનશિંદેની સાથે સેશન કોર્ટમાં જોવા મળ્યા હતા. તે આર્યનની જામીન માટે પહોંચ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement