ગાય ન પકડવા મામલે અમદાવાદના PI એફ. એમ. કુરેશી 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

13 October 2021 06:51 PM
Ahmedabad Gujarat
  • ગાય ન પકડવા મામલે અમદાવાદના PI એફ. એમ. કુરેશી 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

રખડતાં ઢોર અંગે કેસ ન કરવા લાંચ માંગી હતી, એરપોર્ટ સર્કલ પાસે એરપોર્ટ ઈન હોટલમાં શખ્સને બોલાવી ૧૦ હજાર પૈસા લીધા હતા, તે સમયે એસીબીએ ઝડપ્યો

અમદાવાદ : હમેશા વિવાદોમાં રહેતા શહેરના પીઆઈ એફ. એમ. કુરેશી 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા છે. જોકે તેઓ કોર્પોરેશનમાં ગાય પકડવાની ગાડીના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓએ ગાય ન પકડવા માટે એક વ્યકિત પાસેથી 20 હજારની માંગણી કરી હતી જો કે, તે વ્યકિત પાસે આટલા પૈસા ન હોવાથી તેણે 10 હજાર આપવા માટે કહ્યું હતું. આ વાતની જાણ એસીબીને કરતા તેઓએ વોચ રાખી પીઆઈને રંગે હાથે ઝડપી પાડ્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પીઆઈ કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં સોદો નક્કી થયો. આ અંગે શખ્સે એસીબીને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યુ હતું. પીઆઈએ શખ્સને રૂપિયા સાથે અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇન હોટલમાં બોલાવ્યો હતો. ફરિયાદી શખ્સ પૈસા આપતો હતો, ત્યારે જ કુરેશી ઝડપાઈ ગયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement