જામનગર મહાનગરપાલિકા કચેરીની લિફ્ટમાંથી વગર વરસાદે વહેતી પાણીની સરવાણી

13 October 2021 07:33 PM
Jamnagar Saurashtra
  • જામનગર મહાનગરપાલિકા કચેરીની લિફ્ટમાંથી વગર વરસાદે વહેતી પાણીની સરવાણી
  • જામનગર મહાનગરપાલિકા કચેરીની લિફ્ટમાંથી વગર વરસાદે વહેતી પાણીની સરવાણી

કોંગી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ દોડી જઇ મરામત અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું

જામનગર:
જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે વગર વરસાદે લિફ્ટમાંથી પાણી ટપકતું હોવાથી મુલાકાતીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે આ અંગે કોંગી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દોડી ગયા હતા આને મરામતની માંગ ઉઠાવી હતી.

જામનગરમાંથી વરસાદે વિદાય લીધી હોવાને 15 દિવસે જેટલો સમય વીતવા છતાં જામનગર મહાનગરપાલિકાની લીફ્ટમાંથી વરસાદી પાણી ટપકી રહ્યા છે. જેથી કચેરીની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિકાસનો વહીવટ જ્યાંથી થાય છે તેવા મુખ્ય મથકની જ આવી દુબળી દશા હોય તો છેવાડાના વિસ્તારના લોકોની હાલત કેવી થતી હશે તે વિચાર માંગી લે તેવો સવાલ છે.આથી કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણિયા જામ્યુંકો ખાતે દોડી ગયા હતા અને લિફ્ટમાંથી પડતા પાણીનો વિરોધ કરી તાબડતોબ રીપેરીંગ અંગે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement