આ મહિનામાં બે વખત ગુજરાત આવશે અમિત શાહ

13 October 2021 07:41 PM
Gujarat Politics
  • આ મહિનામાં બે વખત ગુજરાત આવશે અમિત શાહ

તા.૧૯ અને તા.૨૦ના અમદાવાદ ઉપરાંત ૩૧ ઓકટોબરના કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

અમદાવાદ :
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાત આવશે. તા. ૧૯ અને ૨૦ ઓકટોબરના રોજ તેઓ અમદાવાદ આવશે. તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૩૧ ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિની શરૂઆત દરમ્યાન જ તેઓએ તેમના માદરે વતન માણસામાં કુળદેવી માતાજીના પરિવાર સાથે દર્શન કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement