કોરોના કેસોમાં આંશિક વધારો : રાજ્યમાં આજે નવા 26 પોઝિટિવ દર્દી નોંધાતા એક્ટિવ કેસ 195 થયા

13 October 2021 09:36 PM
Jamnagar Gujarat Rajkot Saurashtra
  • કોરોના કેસોમાં આંશિક વધારો : રાજ્યમાં આજે નવા 26 પોઝિટિવ દર્દી નોંધાતા એક્ટિવ કેસ 195 થયા

● છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-વલસાડ 6, જુનાગઢ 5, સુરત 4, વડોદરા 3 અને ખેડા-નવસારીમાં એક - એક કેસ નોંધાયો ● રાજકોટમાં '0' કેસ : જામનગરમાં 1 દર્દી ડિસ્ચાર્જ

રાજકોટ:
કોરોના કેસોમાં આંશિક વધારો થયો છે. રાજ્યમાં આજે નવા 26 પોઝિટિવ દર્દી નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 195 થઈ છે. બીજી તરફ 20 દર્દીઓ સાજા પણ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-વલસાડ 6, જુનાગઢ પ, સુરત 4, વડોદરા 3, ખેડા-નવસારી 1 કેસ નોંધાયો છે. રાજયમાં કુલ 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 190 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10086 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 826210 પર પહોંચ્યો છે.

● ગુજરાતના 26 જિલ્લામાં આજે એકપણ કેસ ન નોંધાયો

રાજ્યના અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 26 જિલ્લામાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પણ શૂન્ય કેસ રહ્યા છે.

● રાજકોટમાં '0' કેસ

રાજકોટ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હાલ પ એકટીવ કેસ, અહીં અત્યાર સુધીમાં કુલ 42829 સંક્રમિતો નોંધાયા છે. રાજકોટ શહેરમાં આજે 4258 નાગરિકોએ વેકસીન મુકાવી છે.

● જામનગર જિલ્લામાં 1 દર્દી ડિસ્ચાર્જ

જામનગર જિલ્લામાં આજે 8561 લોકોએ કોરોનાની વેક્સિન મુકાવી છે. જેમાં જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 2624 અને ગ્રામ્ય વિસ્તારમાં 5937 નાગરિકોએ રસીનો ડોઝ લીધો છે. જિલ્લામાં આજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જોકે, રાહતની વાત છે કે, એક દર્દી કોરોનાને મ્હાત આપી સાજો થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement