'હત્યારી' અંધશ્રધ્ધા: પરિણીતા ધુણવા લાગતા લોખંડની સાંકળથી માર મરાયો, શરીર ડામ દઈ જીવતી સળગાવી નાખતા મોત

13 October 2021 10:38 PM
Jamnagar Crime Saurashtra
  • 'હત્યારી' અંધશ્રધ્ધા: પરિણીતા ધુણવા લાગતા લોખંડની સાંકળથી માર મરાયો, શરીર ડામ દઈ જીવતી સળગાવી નાખતા મોત

ભુવા અને કુટુંબીઓ સહિત પાંચ વ્યકિતઓ સામે હત્યાનો ગુનો નોંધાયો: દ્વારકા નજીક ઓખામઢી ગામની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી

રાજકોટ:
અંધશ્રધ્ધાથી અનેક વખત નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હોવાના કિસ્સા સામે આવી ચુક્યા છે, ત્યારે જ દ્વારકાના ઓખામઢી ગામેથી રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. એક પરિણીતા ધુણવા લાગતા લોખંડની સાંકળથી માર મરાયો હતો, એટલું જ નહીં, શરીરે ડામ દઈ જીવતી સળગાવી નાખતા મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી વિગત મુજબ દ્વારકા નજીક ઓખામઢી ગામે રમીલાબેન વાલાભાઈ સોલંકી(ઉં. વ.25) નામના મહિલા ધૂણવા લાગતા અંધશ્રધ્ધામાં વિશ્વાસ હોવાથી મૃતકના કુટુંબના ભુવા તથા કુટુંબીજનો દ્વારા રમીલાબેનને માથાના ભાગે તેમજ શરીરના વિવિધ અંગો પર સળગતા ડામ દઈ લોખંડની સાંકળ વડે માર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા રમીલાબેનનું મૃત્યુ નિપજયુ હતું.

બનાવની દ્વારકા પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને જામનગર ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મહિલાના બ્લડ સેમ્પલ તેમજ કપડાને કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાના પતિ દ્વારા કુટુંબના ભુવા તથા કુટુંબીઓએ હત્યા નિપજાવ્યા અંગે ફરીયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. પાંચ વ્યકિતઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયો હોવાનું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement