સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યું

14 October 2021 11:58 AM
Surat Crime Gujarat
  • સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યું

અપહરણની જાણ થતા જ 70 જેટલા પોલીસ કર્મીઓએ શોધખોળ કરતા બાળકી જંગલ વિસ્તારમાંથી ગંભીર રીતે ઘાયલ મળી આવી: સીસીટીવીના આધારે આરોપીને દબોચી પોલીસે આગવી ઢબે સરભરા સાથે પૂછપરછ હાથ ધરી

સુરત:
સુરતના સચિન જીઆઇડીસીમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. ઘરની બહાર રમતી બાળકીને નરાધમોએ ઉચકીને તેને ઝાડી જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા અને ત્યા દુષ્કર્મ આચર્યુ હતુ. અપહરણની જાણ થતા જ 70 જેટલા પોલીસ કર્મીઓએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ બાળકી જંગલ વિસ્તારમાંથી મળી આવતા ગંભીર રીતે ઘાયલ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની અટકાયત કરી હતી. મળતી વિગત મુજબ સચિન જીઆઇડીસીમાં આજે મંગળવારે ઘર પાસેથી રમતાં રમતાં ગાયબ થયેલી ચાર વર્ષીય બાળકીને સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચે 10 ટીમ બનાવીને 5 કલાકના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડી ઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી. સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીનું તબીબી પરીક્ષણ કરાતાં તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાન મળ્યા છે.

બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું હતું. પોલીસે નજીકના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી લઈ આગવી ઢબે સરભરા કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં ખુલ્યું હતું કે, 4 વર્ષની બાળકી બે બાળક સાથે રમતાં રમતાં ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતાં માતાએ શોધખોળ કરતાં બે બાળકે કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે. જેથી તેની માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતા કોઈ અજાણ્યો શખ્સ બાળકીનો હાથ પકડી લઈ જતો દેખાયો હતો.

જેથી પોલીસે તાબડતોબ ટીમો બનાવી આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા મોડી સાંજે બાળકી સચિન જીઆઇડીસી નજીક રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રિયલ પાર્કની દીવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી. તેના મેડિકલ પરીક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાનાં નિશાનો મળ્યા છે. બ્લિડિંગને પગલે તેના પર રેપ થયાનું બહાર આવ્યું હતું. હાલ બાળકીની તબિયત સુધારા પર છે તેવું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement