વડાપ્રધાન મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કરશે ભૂમિપૂજન

15 October 2021 10:52 AM
Surat Gujarat India
  • વડાપ્રધાન મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કરશે ભૂમિપૂજન

છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય જેવી સુવિધાઓ પણ છે

સુરત / ન્યુ દિલ્હી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલા હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે. આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા પીએમઓએ કહ્યું છે કે તેઓ શુક્રવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન કરશે.

છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. જ્યારે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહીત વિવિધ પ્રધાનો પણ હાજર રહેવાના છે.

સૂરત એ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું કેન્દ્ર છે. ત્યારે ગુજરાતભરમાંથી અને મુંબઈમાંથી વગેરે મોટી સંખ્યામાં પટેલ સમાજના વિવિધ આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના સૌથી નાના યુવા ધનિક શાશ્વત નાકરાણી પણ હાજર રહેવાના છે. તેઓ હજી 3 વર્ષ પહેલા 2018માં શરૂ કરાયેલા પ્લેટફોર્મ ભારત પે ના તેઓ કો ફાઉન્ડર છે.

સુરતમાં નિર્માણ થનાર આ હોસ્ટેલ સંકુલ એ પટેલ સમાજ માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હોસ્ટેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. સુરત ઉપરાંત ગામડાના ગરીબ પરિવારના બાળકોને સીએ, સીએસ કે સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે આ હોસ્ટેલ સંકુલ મદદરૂપ સાબિત થશે.

હોસ્ટેલ સંકુલમાં નિર્માણ થનારા પુસ્તકાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર કે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટરનો નેટ જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ અને પાટીદાર ગેલેરી તમામ સમાજને માટે ખુલ્લી છે.દશેરાના દિવસે પીએમ મોદી વિડીયો કોંફ્રેન્સથી જોડાશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હોસ્ટેલ સંકુલના ફેજ 1 નું ખાતમુહૂર્ત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement