મહિલાઓ તનાવ દુર કરવા એક પેગ લગાડી સુઇ જાય!

15 October 2021 05:30 PM
India Woman
  • મહિલાઓ તનાવ દુર કરવા એક પેગ લગાડી સુઇ જાય!

છત્તીસગઢ સરકારનાં મહિલા મંત્રી અનિલા ભેડીયાનાં નિવેદનથી વિવાદ ભડકયો

રાયપુર, તા. 15
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર ચૂંટણીનાં વચન અનુસાર શરાબ બંદીની તૈયારીમાં છે બરોબર ત્યારે જ ભૂપેશ સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અનિલા ભેડીયાએ એક વિવાદીત નિવેદન કર્યુ છે.

તેઓએ તેમના નિવેદનમાં મહિલાઓને સલાહ આપી છે કે સુવા જતા પહેલા એક પેગ લગાવો આમ કરવાથી તનાવમાંથી મુકિત મળશે આ નિવેદનનાં પગલે વિવાદ શરૂ થઇ ગયો છે.

મહિલા મંત્રીએ એવું જણાવેલ હતું કે મહિલાઓ ઘર પરિવારની દેખભાળ કરે છે અને માનસિક રીતે તનાવ અનુભવે છે. જે દુર કરવા થોડુ પીવો અને સુઇ જાઓ.


Related News

Loading...
Advertisement
Advertisement