એઈમ્સમાં ગંભીર સ્થિતિમાં રહેલા મનમોહનની મશ્કરી કરવાનું પણ અમીત શાહ ન ભુલ્યા

15 October 2021 05:40 PM
India
  • એઈમ્સમાં ગંભીર સ્થિતિમાં રહેલા મનમોહનની મશ્કરી કરવાનું પણ અમીત શાહ ન ભુલ્યા

પણજી: ગઈકાલે ગોવામાં ચુંટણી તૈયારીના ભાગરૂપે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેમના પ્રવાસનમાં હાલ એઈમ્સમાં ખૂબ જ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ રહેલા પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની ટીકા કરવાનું પણ ચુકયા ન હતા.

તેઓએ કહ્યું કે કોંગ્રેસ શાસનમાં સરકાર હાસ્યાસ્પદ બની ગઈ હતી અને દરેક મંત્રી તેમને ખુદને વડાપ્રધાન ગણતા હતા પણ કોઈ બીચારા વડાપ્રધાન ખુદને વડાપ્રધાન ગણવા તૈયાર ન હતા.

તેઓએ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમના શાસનમાં ભારતના પાસપોર્ટનું મૂલ્ય- સન્માન વધ્યુ છે તેઓ ભારતનો પાસપોર્ટ દર્શાવતો અધિકારી સ્મિત સાથે કહે છે કે મોદીએ ભારત માટે ઘણુ કર્યુ છે. અટલજી ભારતના પાસપોર્ટને નંબર 11 પર છોડી ગયા હતા પણ તે કોંગ્રેસના શાસનમાં એક પણ સ્થાન આગળ વધ્યો નહી (મનમોહનજી કા સ્વભાવ મુજબ) જયારે મોદીએ આ પાસપોર્ટને નંબર પાંચ કે છઠ્ઠા સ્થાને મુકયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement