ખેડૂત આંદોલન સ્થળે હત્યાનો વિવાદ સુપ્રીમમાં: તાત્કાલીક હાઇવે ખાલી કરાવવા માંગ

16 October 2021 02:14 PM
India
  • ખેડૂત આંદોલન સ્થળે હત્યાનો વિવાદ સુપ્રીમમાં: તાત્કાલીક હાઇવે ખાલી કરાવવા માંગ

સર્વોચ્ચ અદાલતમાં વધુ એક રીટ અરજી: આજે જ સુનાવણીની પણ માંગ

નવી દિલ્હી તા.16
દિલ્હી નજીક સિંધુ બોર્ડર પાસે ચાલી રહેલા ખેડુત આંદોલનના સ્થળે મંચ નજીક જ એક વ્યક્તિની કરવામાં આવેલી નિર્મમ હત્યાના મુદે હવે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી થઈ છે અને પ્રદર્શનકારી ખેડુતોને દુર કરવાની માંગણી કરવામાં આવી છે તથા તેમાં તાત્કાલીક સુનાવણીની માંગ થઈ છે.

અગાઉ જ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આ ખેડુતો જે રીતે લાંબા સમયથી હાઈવે રોકીને બેઠા છે તેની સામે માર્ગો ખુલ્લા કરાવવા સહિતના પગલા લેવા જણાવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણાયક પગલા લીધા નથી તે વચ્ચે જ અચાનક જ શુક્રવારે લખબીરસિંહ નામના એક વ્યક્તિની આંદોલન સ્થળે જ હત્યા થઈ હતી.

આ પુર્વે અહી એક મહિલા પર બળાત્કાર તથા અગાઉ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવવા અને સરકારી તથા ખાનગી સંપતિને નુકશાન પહોંચાડવા સહિતની જે ઘટનાઓ બની હતી તે પણ સુપ્રીમ કોર્ટને યાદ અપાવવામાં આવી હતી અને તાત્કાલીક સુનાવણી સાથે ખેડુતોને દુર કરવાની માંગણી થઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement