કાલા ચશ્મા : લાલુ ફરી ઓરીજનલ મિજાજમાં આવી ગયા

16 October 2021 03:17 PM
India Politics
  • કાલા ચશ્મા : લાલુ ફરી ઓરીજનલ મિજાજમાં આવી ગયા

પટના, તા. 16
લાલુ પ્રસાદ યાદવ ભારતીય રાજકારણના એક અવગણી ન શકાય તેવા નેતા છે. પછી તે જેલમાં હોય કે જેલ બહાર પણ સતત ન્યુઝમાં રહે છે હાલમાં તેમના કુટુંબમાં ખાસ કરીને તેમના પુત્ર તેજપ્રતાપ યાદવે જે રીતે બળવો કર્યો તેથી પણ લાલુ જરાપણ વિચલીત થયા નથી.

બિહારના રાજકારણમાં લાલુનો પ્રભાવ યથાવત છે અને તેમના પુત્ર તેજસ્વી યાદવ પિતાના પગલે પક્ષનું સંચાલન કરે છે આ સમયે લાલુની એક તસ્વીરમાં તેમના ભાણેજ સાથે ખુશહાલ દેખાય છે અને તેઓએ કાળા ચશ્મા પણ પહેર્યા છે. લાલુની આ તસ્વીરમાં તેમને પહેરેલું લાલ શર્ટ પણ લાલુનો નવો મિજાજ દર્શાવે છે.

થોડા સમય પહેલા તેઓ જેલમાં હતા અને હોસ્પિટલમાં રહી ચુકયા હતા તે સમયે વ્હીલચેરમાં ફરતા હતા પરંતુ હવે ફરી એવરગ્રીન થઇ ગયા છે અને ખુબ જ સ્વસ્થ દેખાય છે. તેઓ હાલ દિલ્હીમાં છે અને પુત્રીના નિવાસે રહે છે. તથા તા.23 નવેમ્બરના પટના આવશે. અને ફરી એક વખત પક્ષનું એક મોટું સંમેલન બોલાવવાની તૈયારીમાં છે આમ લાલુ ફરી વખત એકટીવ બની રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement