ફરી પ્રજ્ઞા ઠાકુર ચર્ચામાં! યુવાનને રાવણ કહીને શ્રાપ આપી દીધો!

16 October 2021 03:42 PM
India
  • ફરી પ્રજ્ઞા ઠાકુર ચર્ચામાં! યુવાનને રાવણ કહીને શ્રાપ આપી દીધો!

* યુવાને કબડ્ડી રમતા પ્રજ્ઞા ઠાકુરનો વીડીયો વાઈરલ કર્યો

* સાંસદ અનેક મ્હોરાં ધરાવે છે- કયારેક વ્હીલચેરમાં હોય, કયારે કબડ્ડી રમે છે: કોંગ્રેસ

ભોપાલ તા.16
સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેનો કબડ્ડી રમતો વીડીયો ઉતારીને સોશ્યલ મીડીયામાં શેર કરનાર યુવકને રાવણ કહી દીધો હતો અને તેનું ઘડપણ અને પછીનો જન્મ ખરાબ થશે તેવા શ્રાપ પણ આપ્યા હતા.

સાંસદ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન પર મધ્યપ્રદેશ કોંગ્રેસે તીખા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ પ્રજ્ઞા ઠાકુરને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તે એક ચહેરા પર અનેક ચહેરા લગાવે છે. તે કયારેક વ્હીલ ચેર પર દેખાય છે તો કયારેક ગરબા રમતી જોવા મળે છે તો કયારેક કબડ્ડી રમતી જોવા મળે છે. જો કોઈએ તેના આ વિડીયો બનાવ્યો હોય તો તેને શ્રાપ આપવાની શું જરૂર છે?

જનતા માટે એક સાંસદની આ ભાષા ઉચિત નથી. ભોપાલના સંતનગરમાં સિંધી સમુદાય યોજીત દશેરાના કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે ઉપરોક્ત વીડીયો મામલે પોતાની ભડાસ કાઢતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા હું એક દુર્ગા પંડાલમાં ગઈ હતી. ત્યાં મેદાન પર કબડ્ડી રમી રહેલા કેટલાક ખેલાડીઓએ મને રમવાનો અનુરોધ કર્યો હતો તો હું મારી જાતને રોકી શકી નહોતી. જેણે મારો વિડીયો ઉતાર્યો હશે એ રાવણ જ હશે, જેનું ઘડપણ અને પછીનો જન્મ ખરાબ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement