સમીર વાનખેડેના મિત્ર ફલેચર પટેલ જ દરેક સમયે ‘પંચ’ કેમ: લેડી ડોન સાથે શું સંબંધ

16 October 2021 03:50 PM
India
  • સમીર વાનખેડેના મિત્ર ફલેચર પટેલ જ દરેક સમયે ‘પંચ’ કેમ: લેડી ડોન સાથે શું સંબંધ
  • સમીર વાનખેડેના મિત્ર ફલેચર પટેલ જ દરેક સમયે ‘પંચ’ કેમ: લેડી ડોન સાથે શું સંબંધ

આર્યનને સંડોવતા કેસમાં એનસીપીના વડા સામે નવી તોપ દાગતા નવાબ મલીક

નવી દિલ્હી: મુંબઈના ડ્રગકાંડમાં એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલીકે એક તસ્વીર જાહેર કરી છે અને તેમાં દેખાતા વ્યક્તિ ફલેચર પટેલ હોવાનું જણાવ્યું છે અને તેઓએ અનેક પંચનામા પણ અપલોડ કર્યા છે. જેમાં એનસીપીની રેડમાં દર સમયે ફલેચર પટેલ જ પંચ તરીકે દર્શાવાયો છે. નવાબ મલીકે પ્રશ્ર્ન પૂછયો છે કે એક જ વ્યક્તિ દરેક રેડમાં પંચ કેમ અને તે એનસીપીના વડા સમીર વાનખેડેનો મિત્ર છે તો મિત્રને પંચ તરીકે કેમ રાખી શકાય તે પણ પ્રશ્ર્ન છે એટલું જ નહી ફલેચર પટેલનો એક મહિલા સાથે ફોટો મુકયો છે અને પૂછયું છે કે આ મહિલા ડોન તરીકે ઓળખાય છે તો મહિલા ડોન સાથે ફલેચર પટેલને શું સંબંધ છે. આમ કહીને તેઓએ વાનખેડે સામે નવી તોપ દાગી છે.


Related News

Loading...
Advertisement
Advertisement