ભાવનગરની સર ટી. હોસ્પિટલના સ્ટોર રૂમમાં નર્સનો આપઘાત

17 October 2021 11:16 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરની સર ટી. હોસ્પિટલના સ્ટોર રૂમમાં નર્સનો આપઘાત

હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી 22 વર્ષીય અમી મકવાણાએ ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું, પોલીસ દોડી ગઈ, આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.17
ભાવનગરની સર ટી. હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી નર્સે કોઈ કારણોસર હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. બનાવના પગલે ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેણીએ સ્ટોર રૂમમાં દોરડાં વડે ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું છે. હાલ બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, અને આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર યુવતી શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.

ક્યાં કારણોસર સર ટી. હોસ્પિટલના સ્ટોર વિભાગમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી છે? તેનું સત્ય પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે મૃતક યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ હાથ ધરી છે.

Related News

Loading...
Advertisement
Advertisement