ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે કાલથી ત્રણ દિવસ ઇદે મિલાદ, શરદપૂર્ણિમા, સંતવાણીનું આયોજન

18 October 2021 04:58 PM
Rajkot Saurashtra
  • ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે કાલથી ત્રણ દિવસ ઇદે મિલાદ, શરદપૂર્ણિમા, સંતવાણીનું આયોજન

રાજકોટ,તા.18
ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદીર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજની બાજુમાં, 4 વૈદ્યવાડી, રાજકોટ ખાતે આવતી કાલ તા.19થી તા.21 ત્રણ દિવસ ઇદે મિલાદ શરદ પૂર્ણિમા ઉત્સવ તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલ તા.19ના મંગળવારે ઇદે મિલાદ નિમિતે સાંજે 6:45તી 7:45સુધી સુફી ધ્યાન સંધ્યા ધ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.

તા.20ના બુધવારે શરદ પુર્ણિમા નિમિતે સાંજના 6:45 થી 7:45 દરમિયાન શરદ પુર્ણિમા કીર્તન ઉત્સવ તથા સંધ્યા ધ્યાન યોજાશે. તા.21ના ગુરુવારે રાત્રે 8:30 થી 11 સુધી સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનિક બકુલભાઇ ટીલાવત તથા સાથીઓ દ્વારા ભજનો રજુ થશે. વિવિધ સંતો મહંતો મહંતોની રચના રજુ થશે.

ઉપરોકત ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન ઓશો ઇનર સર્કલ દ્વારા કરવામાં આવેલ છે.ધ્યાન પ્રેમીઓ, ભજનપેે્રમીઓ પધારવા જણાવાયું છે. વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ(94272 54276) અથવા સંજીવ રાઠોડ(98248 86070) નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement
Advertisement