રાજકોટના એડવોકેટ સંદીપ ભટ્ટે હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા

18 October 2021 06:03 PM
Rajkot Saurashtra
  • રાજકોટના એડવોકેટ સંદીપ ભટ્ટે હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા

વકીલમિત્રો અને સંબંધીઓએ શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા.18
અગાઉ રાજકોટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા સંદીપ ભટ્ટે હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા છે. જેને લઈ વકીલમિત્રો અને સ્નેહી - સંબંધીઓએ શુભેચ્છા પાઠવી છે.
રાજકોટના જાણીતા એડવોકેટ, બાર કાઉન્સીય ઓફ ઈન્ડીયાના પૂર્વ વાઇસ ચેરમેન અને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન નટુભાઇ એસ. ભટ્ટના પુત્ર સંદિપભાઈનો જન્મ રાજકોટ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટક સ્કુલમાં, માધ્યમિક શિક્ષણ વિરાણી હાઈસ્કુલમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ કોટક સાયન્સ કોલેજમાંથી સ્ટેટેસ્ટીક વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી ફર્સ્ટ કલાસ સાથે મેળવી અને એલ.એલ.બી.નો અભ્યાસ એ.એમ.પી.લો કોલેજ રાજકોટમાંથી પૂર્ણ કર્યો હતો.

સને 1994 ના જાન્યુઆરી મહીનાથી હાઈકોર્ટના સિનિયર વકીલ સ્વ.ગીરીશભાઈ ડી. ભટ્ટ સાથે જુનિયર તરીકે પ્રેકટીસ શરૂ કરી હતી. હાઈકોર્ટમાં પ્રેકટીસ દરમ્યાન હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનના કમીટી મેમ્બર, બાદમાં જોઈન્ટ સેક્રેટરી, બીજા વર્ષે જનરલ સેક્રેટરી, ત્રીજા વર્ષે વાઈસ પ્રેસીડેન્ટ તરીકે ચુંટાઈને પોતાની સેવાઓ આપી હતી. ગુજરાત સરકારના તથા કેન્દ્ર સરકારના વકીલ તરીકે પણ સેવા આપેલી છે.

અને જુદી જુદી બેન્કોના પણ વકીલ તરીકે સેવા આપેલી છે. અભ્યાસ દરમિયાન રાજકોટ રોટરેકટ કલબના પ્રમુખ અને બાદમાં ડીસ્ટ્રીકટ 3060ના ડી.આર.આર. અને ત્યાર પછી અમદાવાદમાં રોટરી કલબમાં જોડેયેલા અને પ્રમુખ તરીકે સેવા આપેલી અને સંદિપભાઈના મોટાભાઈ યતિનભાઈ રાજકોટમાં ઘણા વર્ષોથી વકીલાત કરે છે.

જજ સંદિપભાઈના સસરા અરવિંદભાઈ અને સાળા વિજયભાઈ જુનાગઢ ખાતે વકીલાત કરે છે. સંદિપભાઈના પત્ની સોનલબેન પણ વકીલ છે. હાઈકોર્ટના સિનિયર ન્યાયાધીશોએ તેમની જજ તરીકે જવાબદારી સ્વીકારવા અંગે તેમના નામની ભલામણ સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર જજોના બનેલ કોલેજીયમને કરતા હાલમાં તેઓને ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ તરીકે વરણી સુપ્રીમ કોર્ટના કોલેજયમે કરતા અને ગર્વનરનો હુકમ આવતા, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે શપથ ગ્રહણ કરાવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement