કેદારનાથ - ચારધામ યાત્રામાં રાજકોટના 6 સહિત સૌરાષ્ટ્રના 50 યાત્રાળુઓ ફસાયા

19 October 2021 10:36 AM
Rajkot Gujarat India Saurashtra
 • કેદારનાથ - ચારધામ યાત્રામાં રાજકોટના 6 સહિત સૌરાષ્ટ્રના 50 યાત્રાળુઓ ફસાયા

● ટ્વીટ કરી સરકાર પાસે મદદ માંગી, હજુ પણ વરસાદની આગાહીને પગલે રવાના થયેલા યાત્રાળુઓની હાલત પણ કફોડી બની છે, હેલિકોપ્ટર અને ઘોડા-પાલખી સહિતની સેવા બંધ કરાઈ

● દરવર્ષે યાત્રા સંઘનું આયોજન કરતા હાલ કેદારનાથમાં રહેલા પ્રોફેસર યશવંત ગોસ્વામીએ 'સાંજ સમાચાર'ને વિગતો આપી, રાજકોટના 20 યાત્રાળુઓ સુરક્ષિત છે, ફસાયેલા લોકો સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો

રાજકોટ, તા.19
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે. કેદારનાથમાં રાજકોટના 6, સૌરાષ્ટ્રના 50 સહિત 125થી વધુ ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. કુલ દેશભરના 3000 લોકો કેદારનાથમાં ફસાયા હોવાનું જાણવા મળે છે.

દરવર્ષે યાત્રા સંઘનું આયોજન કરતા હાલ કેદારનાથમાં રહેલા રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર પ્રોફેસર યશવંત ગોસ્વામીએ 'સાંજ સમાચાર'ને વિગતો આપી છે. તેમણે કહ્યું કે, તેમના સહિત રાજકોટના 20 યાત્રાળુઓ હાલ કેદારનાથમાં નીચેના ભાગમાં છે. જે સુરક્ષિત છે, બાકી રાજકોટના 6 લોકો, સૌરાષ્ટ્રના 50 જેટલા લોકો કેદારનાથમાં ઉપરના ભાગે ફસાયેલા છે, જેની સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં તેઓ પહોંચ્યા છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે, તેમની સાથેના તમામ યાત્રાળુઓ સલામત સ્થળે છે પરંતુ ભારે વરસાદને કારણે યાત્રાને અટકાવવામાં આવી રહી છે, રસ્તામાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે.

સતત 50 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેથી યાત્રા‌ળુઓને આગળ વધતા રોકી દેવામાં આવતા યાત્રાળુઓની હાલત કફોડી બની છે, હજુ પણ ભારે વરસાદની આગાહી હોય યાત્રાળુઓને નવી સૂચના મળે નહીં ત્યાં સુધી યાત્રા શરૂ નહીં કરવા કહેવાયું છે. કેદારનાથમાં હાલમાં ઘોડા, પાલખી અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે, હાલ કેદારનાથમાં ઉપરના ભાગે 3 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા છે. રવિવારે ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો દર્શન કર્યા વગર પરત ફરવા મજબૂર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ રાત્રે 8 વાગ્યા બાદ અરવિંદ આહીર નામના ટ્વીટર એકાઉન્ટ પરથી મદદ માટે ટ્વીટ કરાયું હતું જેમાં જણાવાયું હતું કે, તેઓ કેદારનાથમાં ફસાયા છે. આ ટ્વીટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સીએમઓ ગુજરાતને ટેગ કરી કરાયું હોવાથી તુરંત સહાય માટે સરકાર એક્ટિવ થઈ છે.

જાણવા મળ્યું છે કે,કેદારનાથમાં હાલ ઉપરની તરફ 3000 યાત્રાળુ ફસાયા છે જેમાં બનારસ, હરિદ્વાર, દેહરાદૂનના લોકો વધુ છે. વરસાદ હાલ અટકવાનું નામ નથી લેતો, ત્યાં હજુ પણ વરસાદની આગાહી છે.

● CMO અને રાજકોટ કલેકટરે સંપર્ક કર્યો, મદદની ખાતરી આપી

હાલમાં કેદારનાથથી નીચે સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચેલા રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર પ્રોફેસર યશવંત ગોસ્વામીએ 'સાંજ સમાચાર'ને જણાવ્યું કે, તેઓને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો અને શક્ય મદદની ખાતરી આપી અહીંની વિગતો જાણી હતી. ઉપરાંત રાજકોટ કલેકટર કચેરીમાંથી ડિઝાસ્ટર અધિકારીએ પણ ફોન કરી વિગતો મેળવી હતી અને રાજકોટના કેટલા યાત્રાળુઓ છે અને તેમની સુરક્ષાની શુ શુ વ્યવસ્થા છે તે અંગે જાણકારી માંગી હતી.

● અમે સ્થાનિક તંત્રના સંપર્કમાં છીએ : પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી સાથે પ્રવાસન વિભાગનો પણ હવાલો ધરાવતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ આજે માધ્યમોને જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં જે ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે તે અંગે અમે સતત સ્થાનિક તંત્રના સંપર્કમાં છીએ. ત્યાંથી જાણવા મળે છે કે, થોડા સમયમાં રસ્તાઓ ખુલી જશે. છતાં અને મદદની ખાતરી સાથે યાત્રાળુ સાથે પણ સંપર્ક કરી રહ્યા છીએ અને તેઓની સ્થિતિ જાણી રહ્યા છીએ.

● ફસાયેલા રાજકોટના યાત્રાળુઓના નામ

શિવમ ગોસ્વામી
ચિરાગબેન ગોસ્વામી
રસિકભાઈ દેકેવાડિયા
સરલાબેન દેકેવાડિયા
રાજેશભાઇ ગંડેચા
પુષ્પાબેન ગંડેચા

Related News

Loading...
Advertisement
Advertisement