નાની બચતના વ્યાજદર યથાવત રાખવાની સરકારની ચિંતા

19 October 2021 12:00 PM
Business India
  • નાની બચતના વ્યાજદર યથાવત રાખવાની સરકારની ચિંતા

બેન્ક થાપણના વ્યાજદરમાં દોઢ વર્ષમાં 180 બેઝીક પોઈન્ટનો ઘટાડો : છેલ્લા બે કવાટરથી યથાવત રહેલા વ્યાજદર શું જાન્યુ.મા ઘટશે? સરકાર ખુદ સારા વળતર માટે તેના નાણા ઉમેરે છે: રીઝર્વ બેન્ક

મુંબઈ: દેશમાં બેન્ક થાપણોના ઘટતા જતા વ્યાજદરના કારણે અને ફુગાવો ઉંચો રહેતો હોવાની થાપણદારને આ ગણતરીએ લગભગ નેગેટીવ રીટર્ન મળે છે અને હજુ પણ આગામી દિવસોમાં આપણા પરના વ્યાજદરમાં મોટો ઘટાડો થઈ શકે છે પરંતુ રીઝર્વ બેન્ક કહે છે કે નીચા વ્યાજ કરતા આ સમયમાં પણ સરકારની પોષ્ટઓફીસ મારફત જે વિવિધ થાપણો અને બચત યોજના છે તેમાં બેન્કો કરતા ઉંચા વ્યાજદર પોષ્ટ કરવામાં આવે છે.

હાલમાં જ ઓકટોબરથી ડિસેમ્બરના કવાટરમાં પણ નાની બચત યોજના, પોષ્ટ યોજનાના વ્યાજદર યથાવત રખાયા છે. આમ સતત બીજું કવાટર છે જેમાં બેન્ક થાપણોના વ્યાજદર ઘટયા હોવા છતાં આ યોજનાના વ્યાજદરો યથાવત જ રખાયા છે અને તેથી હવે લોકો જેઓ વ્યાજની આવક પર આધાર રાખતા હોય તેવો પબ્લીક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સ્કીમ કે પછી ટર્મ ડીપોઝીટ કિસાન વિકાસ પત્રો સીનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ તથા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નાણા રોકે છે.

આ થાપણો પરની વ્યાજ ગણતરીની ફોર્મ્યુલા છે. આ નાણા સરકારી સિકયોરીટીમાં રોકાય છે અને તેમાં જે વળતર મળે તેના 25 બેઝીક પોઈન્ટ વધુ વ્યાજ સામાન્ય રીતે આ પ્રકારની થાપણોમાં ઓફર થાય છે અને આ સમયે લોક-ઈન-પીરીયડ (15 વર્ષ) વાળા પીપીએફમાં 6.38% નું સરેરાશ કવાટરલી વળતર છે અને તે જોતા સરકારે 3.63% નું વળતર ચુકવવું જોઈએ તેમ છતા સરકાર 7.1%નું વળતર ચુકવે છે તેવો રીઝર્વ બેન્કનો દાવો છે.

ઉપરાંત આ પ્રકારની યોજના સહિતના કોઈ પણ કરદાતાના રૂા.1.50 લાખ સુધીના વાર્ષિક રોકાણને કરમુક્તિ આપવામાં આવે છે. જે પણ એકંદરે કરદાતાને માટે ફાયદો છે. આ સ્થિતિના કારણે લોઅર મીડલ વર્ગ કે પછી સિનીયર સીટીઝનને રાહત થાય છે પણ બેન્કો પર દબાણ વધે છે અને તેઓને એક તરફ ધિરાણ વ્યાજદર ઘટાડવાનું દબાણ છે તો બીજી તરફ થાપણદારોને આકર્ષવા માટે વ્યાજદર પણ સારા ઓફર કરવા પડે છે તો છેલ્લા બે કવાટરમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી પણ બેન્કોના વ્યાજદર સતત ઘટતા રહ્યા છે.

માર્ચ 2020થી સપ્ટે. 2021 સુધીના 18 માસના ગાળામાં બેન્ક થાપણો પરનો વ્યાજદર ટુંકી મુદતની ડિપોઝીટમાં 180 બેઝીક પોઈન્ટ ઘટયો છે અને એવરેજ તે 135 બેઝીક પોઈન્ટ ઘટયો છે. વિદેશી બેન્કોએ તો આ દર 195 બેઝીક પોઈન્ટ ઘટાડયા છે. જયારે સ્મોલ બેન્કો પણ 85થી157 બેઝીક પોઈન્ટ ઓછું વ્યાજ ઓફર કરે છે. આ સમયમાં બેન્કોના ધિરાણ દર પણ 103 બેઝીક પોઈન્ટ ઘટયા છે પણ એપ્રિલ-જુન કવાટરમાં 50-100 બેઝીક પોઈન્ટ ઘટાડાયા હતા પણ થોડા જ કલાકોમાં પાછા ખેચી લેવાયા. આ કારણ પ.બંગાળ સહિતની ચુંટણી હતી અને સરકારે સલામતી પસંદગી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement