કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓને હેલિકોપ્ટરથી પરત લવાશે

19 October 2021 03:51 PM
Ahmedabad Gujarat Rajkot
  • કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓને હેલિકોપ્ટરથી પરત લવાશે
  • કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓને હેલિકોપ્ટરથી પરત લવાશે
  • કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓને હેલિકોપ્ટરથી પરત લવાશે
  • કેદારનાથમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓને હેલિકોપ્ટરથી પરત લવાશે

ગાંધીનગર, તા. 19
ગુજરાત સરકાર તરફથી માહિતી અપાઈ છે કે, ઉત્તરાખંડમાં ફસાયેલા રાજકોટ અને મોરબીના કુલ અંદાજિત ૫૫ મુસાફરો ઉપરાંત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના અંદાજે 80-100 યાત્રિકો હોવાનો સરકારને પ્રાથમિક અંદાજ મળ્યો છે. ઉપરાંત અન્ય 6 યાત્રિકો હાલમાં કે જે કેદારનાથના ઉંચાણ વિસ્તારમાં ફસાયા છે. તે તમામ હાલ સંપૂર્ણ સલામત છે. અને હવામાન અનુકૂળ થયા બાદ આજે મોડી સાંજે તે તમામ 6 યાત્રિકોને હેલિકોપ્ટરથી નીચે લાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.

એટલું જ નહીં હાલના તબક્કે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના તમામ પ્રવાસીઓ એકદમ સલામત સ્થળે હોવાનો દાવો મહેસુલ પ્રધાન રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી એ કર્યો છે. આજે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વિવેદી અને માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ મુલાકાત કરી હતી અને ત્યાંથી સીધા ઉત્તરાખંડના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

મંત્રી રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાના અનુસંધાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે, ગુજરાતના કોઇપણ યાત્રિકને તકલીફ ન થાય અને વધુમાં વધુ મદદ કરી ઉત્તરાખંડના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી પ્રવાસીઓને પરત લાવવામાં આવે તેવી સૂચના આપી હોવાનો એકરાર કર્યો હતો. તમામ મુસાફરો સુરક્ષિત છે એટલું જ નહીં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મેડિકલ સેવા અને જમવાની વ્યવસ્થા પણ ઊભી કરી હોવાનો દાવો કર્યો હતો.

મોરબીના 25 જેટલા યાત્રિકોનો સીધો સંપર્ક કરતા મંત્રી ત્રિવેદી
ઉત્તરાખંડમાં ફસાયેલા મોરબીના 25 જેટલા યાત્રિકોનો સીધો સંપર્ક મહેસુલ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી એ કર્યો હતો આ તબક્કે ’સાંજ સમાચાર’ના પ્રતિનિધિ સાથેની સીધી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં આવેલા વરસાદને પરિણામે મોરબીના 25 જેટલા અને રાજકોટના 30 મુસાફરો હાલ ફસાયેલા છે. જોકે તે પૈકી મોરબીના યાત્રાઓ સાથે સીધો સંપર્ક થઈ શક્યો છે.

ઉત્તરાખંડના વહીવટીતંત્ર સાથે ટેલીફોનીક સંપર્ક કરી મોરબીના ફસાયેલા યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા કરી હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલની સ્થિતિએ રસ્તો ક્લીયર થયો નથી પરંતુ તે કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામ મુસાફરો હેમખેમ ગુજરાત પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હાલ સુરક્ષિત સ્થળે રહેલા રાજકોટના યાત્રાળુઓના નામો
યશવંત ગોસ્વામી, માધવીબેન ગોસ્વામી, રાજુભાઇ દોશી, રિટાબેન દોશી, જયમીનભાઈ ગોસ્વામી, રેખાબેન ગોસ્વામી, હસમુખભાઈ માણાવદરિયા, મધુબેન માણાવદરિયા,મનીષભાઈ મહેતા, પૂજઆબેન મહેતા સહિત 20 જેટલા રાજકોટના યાત્રાળુઓ સુરક્ષિત સ્થાને હોવાનું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement