જામનગર મનપાનો પટ્ટાવાળો 500 રૂપરડીની લાંચ લેતા ઝડપાયો

19 October 2021 04:56 PM
Jamnagar Crime Saurashtra
  • જામનગર મનપાનો પટ્ટાવાળો 500 રૂપરડીની લાંચ લેતા ઝડપાયો

● આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ડાયા હુણે ફુડ લાયસન્સ કઢાવી આપવાનું કહીં લાંચ માંગી'તી : એસીબીએ ઝડપી ગુનો નોંધ્યો ● રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર સહિતના સ્ટાફે સફળ છટકું ગોઠવ્યું હતું

જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળાને રૂ.500 લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ દબોચી લીધો હતો. પટ્ટાવાળાએ ફુડ લાયસન્સ માટે રૂા .500 ની લાંચ લીધાનો ભાંડો ફૂટતા એસીબીએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેસની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે નિવેધ ધરવા પડતા હોવાની એસીબીને કાને વાત પડતા આ ફરિયાદના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિક પાસેથી મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂા.500 ની લાંચ માંગવામાં આવી હોવાથી આજે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એસીબીની ટીમે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ -4 ના કર્મચારીને રૂ.500 ની લાંચ લેતાં રગે હાથે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement