પ્રિયંકાને મોટો આંચકો: યુપીમાં ખાસ સલાહકાર પિતા-પુત્રનું કોંગ્રેસમાંથી રાજીનામું

20 October 2021 11:31 AM
India Politics
  • પ્રિયંકાને મોટો આંચકો: યુપીમાં ખાસ સલાહકાર પિતા-પુત્રનું કોંગ્રેસમાંથી રાજીનામું

વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ધારાસભ્યનું ક્રોસ વોટીંગ: હજું વધુ નેતાઓ નારાજ

લખનૌ:
ઉતરપ્રદેશની આવી રહેલી આગામી ચૂંટણીમાં એક તરફ પ્રિયંકા ગાંધી પક્ષને મજબૂત કરવા અને ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે તે સમયે જ બે આંચકામાં એક તરફ પ્રિયંકા ગાંધીની નજીક રહેલા અને તેમના સલાહકાર તરીકે કામ કરી રહેલા બે સીનીયર નેતા હરેન્દ્ર મલીક તથા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પંકજ મલીકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ને તેઓ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા છે.

આ પિતા-પુત્રની જોડીની ગણના તાકાતવાર જાટ નેતાઓમાં થાય છે. પંકજ મલેકને કોંગ્રેસ પક્ષે ગત સપ્તાહે જ ચૂંટણી વ્યુહ રચના કમીટીના સભ્ય બનાવ્યા હતા. જયારે હરેન્દ્ર મલિક કોંગ્રેસના સાંસદ પણ રહી ચૂકયા છે અને પંકજ મલીક ખુદ બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકયા છે તથા તેઓ મજફરનગર ક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવે છે. હવે તા.22ના રોજ અખિલેશ યાદવની મુજફરનગરમાં રેલી યોજાવાની છે અને તેમાં આ પિતા-પુત્ર વિધિવત સમાજવાદી પક્ષમાં જોડાશે.

વાસ્તવમાં પ્રિયંકા તા.17 ઓકટોબરના મુઝફફરનગરમાં પ્રતિજ્ઞા-રેલી યોજવાની હતી પણ સ્થાનિક સ્તરે તેમાં ટેકો નહી મળતા આ રેલી રદ કરવી પડી હતી. હવે સહારનપુરમાં કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદ પણ પક્ષ છોડી સપામાં જોડાઈ શકે છે.

બીજી તરફ ઉતરપ્રદેશમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે સમાજવાદી પક્ષના બાગી વિધાયક નિતીન અગ્રવાલ ભાજપના સમર્થનથી ચુંટાયા છે તે સમયે વિપક્ષના 13 ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું છે. જેમાં કોંગ્રેસના અમેઠીના બળવાખોર ધારાસભ્ય અદિતીસિંહનો પણ સમાવેશ થાય છે. તેઓ હવે ભાજપની ટિકીટ પર ચૂંટણી લડે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement
Advertisement