કેશોદના સાત યુવાનો પણ સલામત

20 October 2021 11:51 AM
Junagadh
  • કેશોદના સાત યુવાનો પણ સલામત

(પ્રકાશ દવે) કેશોદ, તા. 20
કેશોદથી કેદારનાથની યાત્રા માટે અહીંના સાત યુવાનો ગયા છે. ગઇકાલે ભારે વરસાદ અને રસ્તા પર ભેખડો ઘસી પડતા આ યુવાનો અધવચ્ચે અટવાયા હતા. આ યાત્રામાં ગયેલા કેશોદના કિશનભાઇ નામના યુવાને ‘સાંજ સમાચાર’ના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, તેઓ હાલ સલામત સ્થળે છે. રસ્તાઓ પર ભેખડો ખસેડી રસ્તો શરૂ કરવા અને રીપેર કરવાની કામગીરી ચાલુ છે. રસ્તો રીપેર થયા બાદ માર્ગો ખુલ્લા થશે એટલે તેઓ યાત્રા માટે આગળ વધશે.


Loading...
Advertisement
Advertisement