સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી

20 October 2021 11:58 AM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી

ઠેર ઠેર ઝુલુસ, ન્યાઝ સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ, તા. ર0
ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્ર્વને એકતા અને ભાઇચારાનો સંદેશો આપનાર હઝરત મહમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઇદ-એ-મિલાદની ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઠેર ઠેર ઝુલુસ ન્યાઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા મુસ્લિમ બિરાદરોએ આ તકે દેશમાં એકતા અને ભાઇચારાની ભાવના જળવાય રહે તેમજ મહામારી નાબુદ થાય તે માટે ખાસ દુઆ માંગી હતી.

ભાવનગર
ઇસ્લામનાં મહાન પેગમ્બર સાહેબના જન્મદિવસ ઇદે-એ-મિલાદ, વિલાદતની ઉજવણી ભાવનગર શહેરમાં સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે થઇ હતી, હાલનાં કોરોના મહામારીને ઘ્યાને લઇ ભાવનગર શહેરમાં ઇદે-એ-મિલાદનું ઝુલુસ મૌકુફ રાખવામાં આવ્યું હતું.

ઇદ-એ-મિલાદ નિમિત્તે શહેરની મસ્જીદો, મદ્રેસાઓમાં ધાર્મિક કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને શહેરનાં ચાવડીગેટ વિસ્તારમાં આવેલ હઝરત રૌશન ઝમીર પીર મહંમદશાબાપુની વાડી ખાતે મુસ્લીમ બિરાદરોએ સલાતો સલામ કરી ફુલની ચાદર ચડાવી સામુહિક દુઆ કરવામાં આવી હતી.
હઝરત સૈયદ કાદરી રફીકબાપુએ દુઆ કરી હતી. દેશમાં કૌમી એકતા ભાઇચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને વિશ્વભરમાંથી કોરોના વાઇરસ જેવી બિમારી દૂર થાય તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી તેમજ દરગાહ શરીફમાં સલાતોસલામ પઢાવવામાં આવી હતી તેમજ દરગાહ શરીફમાં હુઝુર (સલ્લલ્લાહો અલેહે વસ્સલમ)ના "બાલ મુબારક” ઝિયારત અને ન્યાઝ (પ્રસાદ) સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જયારે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભાવનગર શહેરનાં મુસ્લિમ વિસ્તારો લાઇટ ડેકોરેશન, ઇસ્લામી મિશાલ અને બેનરો સાથે શણગારવામાં આવ્યા હતા, ગત રાત્રે શહેરમાં રોશની નિહાળવા લોક સમુદાય એકત્રિત થયો હતો અને ઇદે-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનેર
વાંકાનેરમાં ઈદે એ મીલાદની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી લક્ષમીપરામાં આવેલ મીરુમીયાબાવાની દરગાહ પાસેથી શાનદાર જુલુસ નિકળેલ જે રસાલારોડ પર જોરાવરપીરની દરગાહ થઈ મેઈન બજાર થઈ રામચોક માં શાહબાવા ની દરગાહ જયા આમ ન્યાઝના પ્રસાદ બાદ જુલુસ માર્કેટ ચોક થઈ દીનદારશા પીરની દરગાહ થઈ ફરી લક્ષ્મીપરામાં પહોંચ્યું હતું.

ઈદે મીલાદ એટલે હ.મહંમદ પેગંમબર સાહેબના જન્મદિવસના આ શાનદાર જુલુસમાં ધારાસભ્ય શ્રી મહંમદ જાવિદભાઈ પીરઝાદા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઈ પીરઝાદા, મહંમદભાઈ રાઠોડ, હુશેની તાજીયા કમિટીના સભ્યો અને જુદી જુદી કમીટીના મેમ્બરો તથા મુસ્લિમ સમાજના ભાઈઓ -બહેનો બોહળી સંખ્યામાં જોડાયા હતા વાંકાનેર શહેર પોલીસ ના સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો.

વડીયા
વડીયામાં મુસ્લિમ સમાજના મસીહા નબી સાહેબ હઝરત પેગમ્બર સાહેબના જન્મદિવસ ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. વડિયા મુસ્લિમ સમાજ દ્વારા મુખ્ય બજારમાં જામા મસ્જિદથી ગેબશાહ પીરની દરગાહ શરીફ સુધી ઝુલુસ યોજવામાં આવેલ હતું. મુસ્લિમ સમાજના પ્રમુખ ઇમરાન હિંગોરા, સાહિલ ડોડીયા, કાળુ પરીયટ, અકીલ પઠાણ, મહેબુબ મસ્કતી, ઇમરાન બલાપરીયા, ઘાચી સમાજના પ્રમુખ અનીશ બાલાપરીયા, સિપાઇ સમાજના મીહિરભાઇ સુમરા સાથે અનેક મુસ્લિમ સમાજના આગેવાનો ઝુલુસમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત અનેક લોકો દ્વારા ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી તેમજ જીગર કમીટી અને આશિકે એહલેબેત કમીટી અને મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા બપોરે અને સાંજેના સમયે જમવા (ન્યાઝ)નો પ્રોગ્રામ રાખેલ હતો.


Related News

Loading...
Advertisement
Advertisement