લો બોલો: મોરબીના રાજનગર-3 માં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી તસ્કરો બે ટાયર ચોરી ગયા !

20 October 2021 01:39 PM
Junagadh
  • લો બોલો: મોરબીના રાજનગર-3 માં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી તસ્કરો બે ટાયર ચોરી ગયા !

કબીર ટેકરીમાં જુગાર રમતા ચાર પકડાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 20
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં સમયાંતરે રોકડ અને દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવતી હોય અને તેની સાથોસાથ વાહન ચોરી કરવામાં આવતી હોય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે જોકે હાલમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં પંચાસર રોડ ઉપર આવેલા રાજનગર-3 માં રહેતા યુવાનના ઘર પાસે પાર્ક કરેલી તેની કારના બે ટાયરની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે પંચાસર રોડ ઉપર રાજનગર-3 શ્રી વિલા એપાર્ટમેન્ટ પાસે રહેતા જયેશભાઈ રતીભાઈ ઘૂમલીયા પટેલ (ઉંમર 30) એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ પોતાની આઈ-10 નિયોસ કાર નંબર જીજે 36 આર 3072 પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂકી હતી તા 12/10 ના રોજ રાત્રીના કોઈ પણ સમયે કારમાંથી આગળના બંને મેગવિલ સાથેના ટાયર કાઢી લેવામાં આવેલ છે

જેથી પંદર હજાર રૂપિયાની કિંમતના ટાયરની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય જયેશભાઈએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરુ કરેલ છે. હવે ઘર પાસે પાર્ક કરેલા વાહનોની પણ સલામતી ન હોય તેવો ઘાટ જોવા મળ્યો છે ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.

જુગારી પકડાયા
એ ડીવીઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીમાં વોકળાના કાંઠે જુગાર રમતા મહેશ ઉર્ફે લાલો દેવાભાઈ રુજા (ઉંમર 31), આબિદ હાજીભાઈ મલેક સિપાઈ (ઉંમર 19), એજાજ ઈકબાલભાઈ શેખ સિપાઈ (ઉમર 23) અને મોઈન ઈસ્માઈલભાઈ ચાનીયા સંધિ (ઉંમર 23) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 3800 ની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement