બહુચર માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા

20 October 2021 03:41 PM
Ahmedabad Gujarat
  • બહુચર માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા

ગાંધીનગર તા.20
દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમના માદરે વતન બહુચર માતાજીના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવા એક દિવસ માટે ગુજરાત આવ્યા છે ગાંધીનગર પાસેના માણસા ખાતે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં અમિત શાહ પોતાના પરિવાર સાથે સમગ્ર દિવસનું રોકાણ કરશે અને મોડી સાંજે દિલ્હી પરત ફરશે.

ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહના આજે તેમના વતન માણસા ખાતે શ્રી બહુચર માતાજીના નવનિર્મિત મંદિરમાં આયોજિત યજ્ઞમાં પરિવાર સાથે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ યજ્ઞના મુખ્ય યજમાનપદે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે ત્યારે આજે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં તેઓ સહ પરિવાર આખો દિવસ માણસામાં રોકાયા. જોકે તેમના પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત અન્ય રાજકીય કોઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નવરાત્રિ પર્વના બીજા દિવસે અમિત શાહ તેમના વતનમાં ખાતે આવી સહ પરિવાર સાથે સંધ્યા આરતી અને પૂજા અર્ચન કરવાની પરંપરા યથાવત રાખી હતી ત્યારબાદ આજે શરદ પૂર્ણિમાના દિવસે અમિત શાહના યજમાનપદે આયોજિત આ યજ્ઞમાં તેઓ આખો દિવસ માણસામાં રોકાયા હતા. નોંધનીય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે આવેલો.


Related News

Loading...
Advertisement
Advertisement