મહુધાનાં મંગળપુર પાટીયા પાસે ટ્રેલરે ઇકો કારને ટક્કર મારતા 4નાં મોત : બેને ઇજા

20 October 2021 03:45 PM
Rajkot Gujarat
  • મહુધાનાં મંગળપુર પાટીયા પાસે ટ્રેલરે ઇકો કારને ટક્કર મારતા 4નાં મોત : બેને ઇજા

મેલડી માતાજીના દર્શને જતા સંતરામપુરનાં ભોઇ પરિવારને અકસ્માત નડ્યો : પરિવારજનોમાં અરેરાટી : ટ્રેલર ચાલક ફરાર

રાજકોટ,તા. 20
ખેડા જિલ્લાના મહુધાના નડિયાદ રોડ પર મંગળપુર પાસે માર્ગમાં ટ્રેલરે ઇકો કારને ઠોકર મારતા કારમાં બેઠેલ ભોઇ પરિવારનાં 4 લોકોના મોત અને બેને ઇજા થવા પામી હતી. સંતરામપુરના ભોઇ પરિવારમાં ગમગીની ફેલાઈ જવા પામી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામના ભોઇ પરિવારજનો ઇકો કાર નં. જીજે 13 એએચ 0158માં આણંદનાં મલાતજ ગામે મેલડી માતાજીના દર્શન જતા હતા ત્યારે મહુધાના નડીયાદ રોડ પર મંગળપુરના પાટીયા પાસે સામેથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતા કારમાં બેઠેલા સુરેશ અંબાલાલ ભોઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સંજય અરજણભાઈ બારૈયા, રાજુ રાનાભાઈ ભોઇ નડીયાદ દવાખાને અને સંજય દિલીપભાઇ ભોઇનું અમદાવાદ સિવિલમાં સારવારમાં મોત થયું હતું.

આ અકસ્માતમાં ઇકો કાર ચાલક જીતુ ભુલાભાઈ ભોઇ અને આકાશ અશોકભાઈ દેવડાને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત નડીયાદ દવાખાને ખસેડાયા હતા. કાર ચાલક જીતુ ભોઇની ફરિયાદ આધારે મહુધા પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement