‘સૂર્યવંશી’ કટ વિના સેન્સરમાંથી પાસ

20 October 2021 04:15 PM
Entertainment India
  • ‘સૂર્યવંશી’ કટ વિના સેન્સરમાંથી પાસ

કોરોના લોકડાઉનના કારણે અટકેલી ‘સૂર્યવંશી’ લાંબા ઇન્ટરવલ બાદ રજૂ થશે

મુંબઈ : લાંબા સમયથી અભિનેતા અક્ષયકુમાર અને કેટરીનાની ફિલ્મ સૂર્યવંશી ચર્ચામાં છે. અગાઉ આ ફિલ્મ લોકડાઉનના કારણે અટકી ગઇ હતી ત્યારબાદ સિનેમા હોલ ન ખુલવાને કારણે પણ ફિલ્મને રિલીઝ થવામાં વિલંબનો સામનો કરવો પડ્યો છે. હવે જ્યારે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે ફેન્સ પણ આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

હવે પિલ્મને લઇને નવી જાણકારી બહાર આવી છે. જાણવા મળતી વિગત મુજબ સૂર્યવંશીમાં સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી યુએ સર્ટિફીકેટ મળી ગયું છે. આટલું જ નહીં આ ફિલ્મને કોઇ કટ વિના પાસ કરી દેવાઈ છે, જેથી મેકર્સને રાહત મળી છે.

સૂર્યવંશીની રિલીઝ ડેટ ફાઈનલ થયા બાદ ફિલ્મની ટીમ હવે પ્રમોશનની તૈયારીમાં લાગી ગઇ છે. હવે સવાલ એ છે કે આખરે અક્ષય અને કેટરીના ક્યારથી આ ફિલ્મનું પ્રમોશન શરુ કરશે. આ બારામાં જાણકારી બહાર આવી છે. જાણવા મળતી વિગત મુજબ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયા બાદ કાસ્ટ પ્રમોશનમાં લાગી જશે. આ ફિલ્મમાં અક્ષય, કેટરીના ઉપરાંત અજય દેવગન, રણવીરસિંહ કામ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement