શેરબજારમાં કડાકો: હેવીવેઈટ-રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી: આંકમાં 600 પોઈન્ટનુ ગાબડુ

20 October 2021 04:37 PM
Rajkot Business
  • શેરબજારમાં કડાકો: હેવીવેઈટ-રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી: આંકમાં 600 પોઈન્ટનુ ગાબડુ

મીડકેપ ઈન્ડેકસ 1000 પોઈન્ટ ડાઉન: આઈઆરસીટીસી બે દિ’માં 32 ટકા ગગડયો

રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તોફાની વધઘટ વચ્ચે કડાકો સર્જાયો હતો.આક્રમક વેચવાલીના દબાણ હેઠળ સેન્સેકસમાં 600 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું. રોકડાના શેરોમાં ધોવાણ થયુ હોય તેમ મીડકેપ ઈન્ડેકસમાં 1000 પોઈન્ટનો કડાકો હતો.

શેરબજારમાં આજે શરૂઆત ટોને હતો.પ્રારંભીક કામકાજમાં તોફાની વધઘત્ત હતી. એક તબકકે માર્કેટ ગ્રીનઝોનમાં પણ આવી ગયુ હતું. પરંતુ ઉછાળે વેચવાલીનું માનસ હોય તેમ વેચવાલી નીકળતા બજાર પાછુ પડવા લાગ્યુ હતું. વેચવાલીનું દબાણ વધવા લાગતા માર્કેટ ઝડપથી ઘટવા માંડયુ હતું.

માર્કેટ કેટલાંક વખતથી અભુતપુર્વ તેજીમાં ધમધમતુ રહ્યું હતું એટલે કરેકશનની અટકળો ચાલતી જ હતી. ગઈકાલે નવી ઉંચાઈ બન્યા બાદ બજાર પાછુ પડયુ હતું. આજે પણ તોફાની વધઘટ બાદ કડાકો થયો હતો. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આર્થિક સુધારાના પગલા, કોર્પોરેટ કંપનીઓનાં અફલાતુન પરિણામો સહીતનાં કારણો મૌજુદ હોવા છતાં મુખ્યત્વે નફારૂપી વેચવાલી જ કારણરૂપ છે. જે કરોકશનરૂપી છે. કોઈ વિપરીત કારણો નથી.

શેરબજારમાં આજે હિન્દાલકો, ભારત પેટ્રો, બજાજ ફિનસર્વીસ, ટાટા પાવર, ટાટા મોટર્સ, મહિન્દ્ર, મારૂતી, નેસલે, રીલાયન્સ, ટીસ્કો, ટાઈટન, ટીસીએસ, બજાજ ઓટો, એચડીએફસી, હિન્દ લીવર, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, કોટક બેંક વગેરેમાં કડાકો હતો. બે દિવસમાં 2000 રૂપિયા નીકળી ગયા છે. ભારતી એરટેલ, સ્ટેટ બેંક, એકસીસ બેંક મજબુત હતી.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 460 પોઈન્ટના કડાકાથી 61247 હતો તે ઉંચામાં 61880 તથા નીચામાં 61111 હતો. નીફટી 205 પોઈન્ટના ગાબડાથી 18213 હતો તે ઉંચામાં 18458 તથા નીચામાં 18211 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement