રાજકોટના તમામ ફાર્માસીસ્ટોને અપાશે ‘સ્માર્ટ કાર્ડ’: રવિવારે કરાશે વિતરણ

20 October 2021 05:05 PM
Rajkot Saurashtra
  • રાજકોટના તમામ ફાર્માસીસ્ટોને અપાશે ‘સ્માર્ટ કાર્ડ’: રવિવારે કરાશે વિતરણ

ઓળખને લઈને ફાર્માસીસ્ટને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે ઓળખ કાર્ડ આપવાનો લેવાયેલો નિર્ણય

રાજકોટ, તા.20
રાજકોટ સહિત ગુજરાતના તમામ ફાર્માસીસ્ટને આગવી ઓળખ માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા સ્માર્ટ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ 500થી વધુ ફાર્માસીસ્ટોએ કાર્ડ માટે ફોર્મ ભર્યું હોય તેમને રવિવારે કાર્ડનું વિતરણ કરવામાં આવનાર હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું હતું. આ અંગે સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના માનદ મંત્રી અનિમેષ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા સ્માર્ટ કાર્ડ માટેના કેમ્પનું બી.કે.મોદી ફાર્મસી કોલેજના સહયોગથી કેમિસ્ટ એસોસિએશન રાજકોટની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે કોઈ ફાર્માસીસ્ટે ઓનલાઈન ગૂગલ ફોર્મમાં સેન્ટરની અંદર બી.કે.મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ રાજકોટ અથવા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી જે પસંદ કર્યું હોય તેને 24ને રવિવારે કાર્ડ આપવામાં આવશે.

જે કોઈ વ્યક્તિએ સ્માર્ટ કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કરેલ હોય અને રૂબરૂ આવી શકે તેમ ન હોય તે પોતાના પ્રતિનિધિને ઓથોરિટી લેટર અને પાસપોર્ટ સાઈઝ ફોટો લઈને મોકલી શકશે. આ ઉપરાંત જેણે ઓનલાઈન ફોર્મ ભર્યું ન હોય અને તાત્કાલિક ભરી શકે તેમ હોય તો તેમને સ્થળ ઉપર જ કાર્ડ કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કેમિસ્ટ એસોસિએશન-રાજકોટ, 8મો માળ, ઓફિસ નં.807 આલાપ ‘એ’ બિલ્ડિંગ, લીમડા ચોક, શાસ્ત્રી મેદાન-રાજકોટ ખાતેથી આપવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement