ગાંધીનગરમાં આજે નવા મેયર સહિતના પદાધિકારીઓ નકકી કરશે ભાજપ

20 October 2021 05:18 PM
Gujarat
  • ગાંધીનગરમાં આજે નવા મેયર સહિતના પદાધિકારીઓ નકકી કરશે ભાજપ

મેયરની અનામત બેઠક પર હિતેશ પરમારનું નામ આગળ: ડે.મેયરમાં મહિલા અને સ્ટે.ચેરમેનમાં પાટીદારને સ્થાન મળી શકે

રાજકોટ તા.20
ગુજરાતમાં ભાજપ માટે એક બુસ્ટર ડોઝ સમાન બની ગયેલી ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી 41 બેઠક કબ્જે કર્યા બાદ હવે નવા મેયર, ડે.મેયર તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા જાહેર કરવા આજે રાત્રે ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને તેમાં આ કામો નકકી થશે.

મેયરનું પદ અનામત હોવાથી કોર્પોરેટર કીશોર પરમારનું નામ સૌથી આગળ છે. જયારે ડે.મેયર તરીકે કોઈ મહિલાને અને સ્ટે.કમીટીના ચેરમેન તરીકે પાટીદારને સ્થાન મળે તેવી ધારણા છે. આવતીકાલે ગાંધીનગર મહાપાલિકાના નવા બોર્ડની પ્રથમ બેઠક મળશે જેમાં આ નામોની જાહેરાત થશે. જો કે વિપક્ષના ત્રણ સભ્યો જ ચુંટાયા હોવાથી નેતાપદ મળે તેવી શકયતા નહીવત છે.


Related News

Loading...
Advertisement
Advertisement