જામનગર: જેલમાં પાન મસાલા પહોંચાડવા જેલ સહાયક વતી વચેટીયાએ રૂ.5000ની લાંચ લીધી : એસીબીએ દબોચી લીધો

20 October 2021 11:46 PM
Jamnagar Crime Saurashtra
  • જામનગર: જેલમાં પાન મસાલા પહોંચાડવા જેલ સહાયક વતી વચેટીયાએ રૂ.5000ની લાંચ લીધી : એસીબીએ દબોચી લીધો

ટ્રેપ દરમિયાન જેલ સહાયક અશ્વિન જાની હાજર ન હોવાથી એસીબી દ્વારા શોધખોળ હાથ ધરાઈ

જામનગર, તા. 20
જામનગર જિલ્લા જેલમાં કેદીને પાન મસાલાની સુવિધા આપવા રૂ.5000 ની લાંચમાં જેલ સહાયક અશ્વિન મણીશંકર જાની વતી જિલ્લા જેલની દિવાલ પાસે આવેલી જય રવરાય કુપા માલધારી ચાની હોટલના મછાભાઇ કાચાભાઇ જાદવને રંગેહાથ ઝડપી લઈ એસીબીએ સફળ ટ્રેપ કરી હતી.

એસીબીના સુત્રોમાંથી મળેલી વિગત મુજબ જામનગર જિલ્લા જેલ ખાતે સજા ભોગવતા ફરિયાદીના ભાઈને જેલની અંદર પાન-મસાલાની સગવડતા માટે જેલ સહાયક અશ્વિન મણીશંકર જાનીએ ફરીયાદી સાથે ટેલિફોનિક વાતચિત કરી રૂ.5000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને પગલે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું.

આ દરમિયાન અશ્વિન મણીશંકર જાનીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનું જણાવી લાંચની રકમ જેલની દિવાલ પાસે ચાની હોટલ ધરાવતા મચ્છા કાંચા જાદવને આપવા સૂચન કર્યું હતું. જે ને પગલે ફરીયાદી હોટલ સંચાલક મચ્છા પાસે જતા આરોપી મચ્છાએ ફરીયાદી સાથે વાતચીત કરી ફરીયાદીના ફોનથી આરોપીએ અશ્વિન જાની સાથે વાતચીત કરતા લાંચની રકમ સ્વીકારવાનું જણાવ્યું હતું. જે રકમ લેતા સુરેન્દ્રનગર એસીબીએ મચ્છાને રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ટ્રેપ દરમિયાન અશ્વિન જાની હાજર ન મળતા આગળની કર્યાવહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ એસીબીએ મહાનગરપાલિકની આરોગ્ય શાખાના પટ્ટાવાળોને લાંચ લેતા દબોચી લીધા બાદ આજે વધુ એક આરોપીને ઝડપી લેતા લંચિયાઓમાં ફફડાટ ફેલાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement