પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા: ચાલુ માસમાં જ 16મી વખત વૃધ્ધિ

21 October 2021 11:37 AM
Business India
  • પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા: ચાલુ માસમાં જ 16મી વખત વૃધ્ધિ

ભાવ વધારો કયાં જઈને અટકશે? : ચાલુ વર્ષ 2021માં પેટ્રોલમાં રૂા.22 તથા ડિઝલમાં રૂા.32 વધી ગયા

રાજકોટ તા.21
પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાની અસર વધુને વધુ આકરી બની રહી છે.આજે પેટ્રોલ વધુ 34 પૈસા અને ડીઝલ 38 પૈસા મોંઘુ થયુ હતુ.ચાલુ વર્ષે 2021 માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં 22 રૂપિયા તથા ડીઝલમાં 32 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલમાં આજે સતત બીજા દિવસે અનુક્રમે 34 પૈસા તથા 38 પૈસાનો ભાવ વધારો થયો હતો.રાજકોટમા પેટ્રોલ રૂા.102.99 તથા ડીઝલ રૂા.102.46 થયુ છે.દેશભરમાં આ ભાવ વધારો લાગુ થયો છે.સૌથી ઉંચા ભાવ ધરાવતા રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયા તરફ દોટ મૂકી રહ્યો છે.

સપ્ટેમ્બર-ઓકટોબરમાં અત્યાર સુધીમાં 18મી વખત ભાવ વધારો થયો છે.ડીઝલમાં 20 વખત ભાવ વધ્યા છે.ચાલુ માસમાં માત્ર પાંચ જ દિવસ ભાવમાં કોઈ બદલાવ થયો નથી બાકી 21 માંથી 16 દિવસ કિંમત વધી છે.આ દરમ્યાન પેટ્રોલમાં રૂા.5 આસપાસ તથા ડીઝલમાં 5.50 જેટલો ભાવ વધારો થયો છે.

પેટ્રોલીયમ ચીજોમાં ટેકસ ઘટાડીને રાહત આપવા મામલે સરકારે હાથ ઉંચા જ કરી દીધા છે અને અન્ય વિકલ્પો ચકાસાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોવા છતાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલ મોંઘા કરીને આમઆદમી પર આર્થિક બોજ ઝીંકાવાનું ચાલુ જ રહ્યું છે.

કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે ક્રુડતેલનાં ઉત્પાદનમાં વધારો કરવા સિવાય કોઈ આરોવારો નથી. પેટ્રોલીયમ ચીજો મોંઘી થવાના સંજોગોમાં વિજળી પણ મોંઘી થશે. મોંઘવારી વધે અને વૈશ્ર્વિક અર્થતંત્રને નુકશાન થઈ શકે છે. ક્રુડની તેજીથી ઈંધણ મોંઘુ થયુ છે. ભારતનું આયાત બીલ 2020 ના એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં 8.8 અબજ ડોલર હતું તે હવે 24 અબજ ડોલરે પહોંચી ગયુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement