મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોના વહારે આવવાના પ્રથમ વચનને ફળીભૂત કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ: ચેતનભાઈ રામાણી

21 October 2021 11:49 AM
Gujarat Top News
  • મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોના વહારે આવવાના પ્રથમ વચનને ફળીભૂત કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ: ચેતનભાઈ રામાણી

રાહત પેકેજ જાહેર કરી દિવાળીના 15 દિવસ પહેલા ખેડૂતોના ઘરે અજવાળુ પ્રસરાવવા બદલ ભુપેન્દ્રભાઈ પટેલ સરકારને અભિનંદન: ચેતનભાઈ રામાણી

ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તેમજ સૌરાષ્ટ્ર પંથકના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણીએ રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિમા થયેલ પૂરગ્રસ્ત વિસ્તાર જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદરના ખેડૂતોની વહારે આવી જાહેર થયેલ રાહત પેકેજને બિરદાવી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારને અભિનંદન આપી અખબારી યાદીમાં જણાવતા કહે છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા બાદ એજ દિવસે સૌરાષ્ટ્રના પુર અસરગ્રસ્ત વિસ્તારોની ત્વરીત મુલાકાત લઈ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા બાદ ધોવાણથી થયેલ નુકશાનની ઝડપી સર્વેકરવાની સૂચના આપેલ હતી અને સર્વે થયા બાદ મુખ્યમંત્રીકક્ષાએથી ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાનાબીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પડેલા ભારેવરસાદ પગલે ખેડૂતોના પાકને થયેલ નુકશાનનીસહાય મેળવવા ઈચ્છતા હોય તે ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અરજી આગામી તારીખ 25 ઓકટોબરથી 20 નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે એવા આદેશોનો મહોર લગાવી ખેડૂતોના ઘરે 15 દિવસ પહેલા દિવાળીનું મુહૂર્ત લઈ આવ્યા છે.

રામાણીએ વધુમા જણાવતા કહ્યું કે ખેડૂતોના પાકને 33 ટકાકે તેથી વધુ નુકશાન થયુ હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂા.13000 સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂા.6800 અપાશે અને બાકીની તફાવતની હેકટણ દીઠ રૂા.6200 મહતમ 2 હેકટરની મર્યાદામાં રાજયના બજેટમાંથી અપાશે. જો જમીન ધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂા.5 હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂા.5 હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજયના બજેટમાંથી ચૂકવવામં આવશે.

અંતમા8 રામાણીએ કહ્યું હતું કે, જગતના તાતની પડખે આવી તેમના રખોપા બની તેમના આંસુ લુછીને બતાવેલ સંવેદના સૌરાષ્ટ્રનો ખેડૂત હંમેશને માટે યાદ રાખશે અને સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને ફરી એકવાર અભીનંદન પાઠવું છું.


Related News

Loading...
Advertisement
Advertisement