શાહરૂખ ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો

21 October 2021 11:50 AM
Entertainment India
  • શાહરૂખ ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો

આજે હાઈકોર્ટમાં આર્યનના જામીનની સુનાવણી : પુત્ર સાથે શાહરૂખ ખાને 20 મિનિટ મુલાકાત કરી

મુંબઈ,તા. 21 : ગઇકાલે બોલીવુડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર ક્રુઝ પર ડ્રગ્સ કેસમાં જામીન રદ થયા હતા ત્યારે આજે પિતા શાહરુખ ખાન આર્થર રોડ જેલમાં પુત્ર આર્યનને મળવા આવી પહોંચ્યા હતા. આ અંગેન વિગત મુજબ તાજેતરમાં ક્રુઝ શિપમાં ડ્રગ્સ મામલે આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી અને તે કેટલાક દિવસથી જેલમાં હતો. આર્યનની જેલમુક્તિ માટે ગઇકાલે જામીનની અરજી કોટે4 ફગાવી દીધી હતી. જેને પગલે આજે આર્યનના જામીન માટે હાઈકોર્ટમાં સુનાવણી થશે. દરમિયાન બોલીવુડ એક્ટર શાહરુખ ખાન આજે પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ આવી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ શાહરુખ ખાને પુત્ર આર્યન સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement