હવે આધુનિકરણ કેવી રીતે થશે? રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનને ‘તાળા’

21 October 2021 11:52 AM
India
  • હવે આધુનિકરણ કેવી રીતે થશે? રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનને ‘તાળા’

બે મહિનામાં રેલવેના બીજા નિગમને બંધ કરતુ કેન્દ્ર

નવીદિલ્હી તા.21
રેલવે અંતર્ગતના નિગમો એક પછી એક બંધ થવાની માહિતી સામે આવી રહી છે હજુ 7 સપ્ટેમ્બરે ઈન્ડિયન રેલવે ઓર્ગેનાઈઝેશન ફોર અલ્ટરનેટિવ ફયુલના બંધ થયા બાદ રેલવે મંત્રાલયે હવે ઈન્ડિયન રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ કોર્પોરેશનને પણ બંધ કરવાની જાહેરાત કરી છે.

આ નિગમ દેશભરમાં રેલવે સ્ટેશનોના પુર્નવિકાસ માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પગું નાણા મંત્રાલયની ભલામણને સ્વીકારવા માટે લેવામાં આવ્યું છે. જેણે એક રિપોર્ટમાં સરકારી એકમોને બંધ કરવા અથવા વિભિન્ન મંત્રાલયોના હેઠળ કેટલાક સંગઠનોને ભેળવી દેવાની ભલામણ કરી હતી.

રેલવે બોર્ડ પોતાના આદેશમાં જાહેર કયુર્ં કે આઈઆરએસડીસી દ્વારા પ્રબંધિત રેલ્વે સ્ટેશનોને હવે સંબંધિત ઝોનલ રેલવેને સોંપી દેવામાં આવશે અને નિગમ આગળના વિકાસ માટે પરિયોજના સંબંધિત તમામ દસ્તાવેજો તેને સોંપી દેશે.

2012માં સ્થાપિત કરાયેલું આ વિકાસ નિગમ અનેક પરિયોજનામાં સામેલ 0તું તે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસના પુર્ન વિકાસની માટે બોલી પ્રક્રિયામાં પણ જોડાયું હતું. તો તેણે હાલમાં જ ચંદીગઢ તથા કેએસઆર બેંગલુરુ સ્ટેશને પર રેલવે આર્કેડની સ્થાપના માટે બોલી મંગાવી હતી. તેમજ દક્ષિણ ભારતમાં 90 રેલવે સ્ટેશનોની સુવિધા વધારવાની યોજના પણ જાહેર કરી હતી. ત્યારે હવે આ નિગમ પણ બંધ થવાની જાહેરાત કરાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement