કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3% વધારાની તૈયારી

21 October 2021 11:53 AM
Government India Top News
  • 
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3% વધારાની તૈયારી

* કોરોના કાળ બાદ સરકારી કર્મચારીઓને ઉપરાછાપરી પગાર વધારો

* આજે કેન્દ્રીય કેબીનેટમાં જુલાઈ-ડિસે. ગાળાનું ડીએ વધારવા નિર્ણય લેવાશે: કુલ 31% મોંઘવારી ભથ્થુ થશે

નવી દિલ્હી:
કેન્દ્રના કર્મચારીઓ માટે કોરોના કાળની સમાપ્તી બાદ એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. એક તરફ છેલ્લા દોઢ વર્ષથી અટવાયેલું મોંઘવારી ભથ્થુ જે 11% હતું તે જુલાઈના પગારથી લાગુ થતા 28% ડીએ મળે છે અને તે પછી ડીએ 25% ને ક્રોસ થતા તે મુજબ હાઉસીંગ એલાઉન્સ પણ 27% થયુ છે અને હાલમાં કેન્દ્રના ચોથા વર્ગના કર્મચારીઓને બોનસની જાહેરાત થઈ છે તથા રૂા.7000 સુધીનો બેઝીક પગાર મેળવતા કર્મચારીઓને 60 દિવસનું બોનસ મળશે તો હજું એક સારા સમાચાર આવી રહ્યા છે.

આજે મળનારી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કર્મચારીઓનું જુલાઈ-ડિસેમ્બર માસનું ડીએ 3% વધીને હવે 31% થાય તેવી શકયતા છે અને કર્મચારીઓને દિપાવલી ભેટ અપાશે અને તેના પગલે ગુજરાતના કર્મચારીઓના ડીએ પણ દિપાવલી પુર્વે વધી જશે અને આ રીતે છ માસમાં કુલ 14% ડીએ વધશે.


Related News

Loading...
Advertisement
Advertisement