હવે રેલયાત્રીઓની સુરક્ષા આરપીએફ કરશે

21 October 2021 12:07 PM
India
  • હવે રેલયાત્રીઓની સુરક્ષા આરપીએફ કરશે

ટ્રેનમાં અપરાધો પર અંકુશ લગાવવા... : રેલયાત્રીઓની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જાહેર

નવી દિલ્હી તા.21
રેલ સફર દરમિયાન ટ્રેન યાત્રીઓની સુરક્ષાની કમાન હવે રેલ્વે સુરક્ષા દળ (આરપીએફ)ના અધિકારીઓના હાથમાં રહેશે. નવી વ્યવસ્થા અંતર્ગત ટ્રેનોમાં તૈનાત આરપીએફ એસ્કોર્ટ ટીમનું નેતૃત્વ સહાયક ઉપ નિરીક્ષક (એએસઆઈ) કરશે. આ સિવાય આરપીએફ પ્રભારી નિરીક્ષક ટ્રેનોનું ઉચ્ચક નિરીક્ષણ કરશે. ડિવિઝન અને ઝોનલ મુખ્યાલયના વરિષ્ઠ ઉપ સુરક્ષા અધિકારી સમય સમય પર ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

જેનું લક્ષ્ય કરોડો રેલયાત્રીઓની સફર સુરક્ષિત બનાવવા અને ટ્રેનામાં થતા અપરાધ પર અંકુશ લગાવવાનો છે. આરપીએફના નવ નિયુક્ત ડી.જી. સંજય ચંદરે 27 સપ્ટેમ્બરે ટ્રેનોમાં એસ્કોટીંગ પ્રણાલી સંબંધી નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. રેલ્વે બોર્ડ સ્તર પર કરવામાં આવેલા ઉચ્ચક નિરીક્ષણમાં પર્યવેક્ષણ અને દેખરેખનો અભાવ જોવા મળ્યો હતો. આરપીએફ અધિકારીઓની ડયુટીનું પ્રદર્શન પણ ઠીક નહોતું. ટ્રેનોમાં યાત્રીઓની સુરક્ષા સ્પષ્ટ કરવાના ઉદેશથી નવી માર્ગદર્શિકાઓ જાહેર કરાઈ છે. હાલ ટ્રેનોમાં આરપીએફ એસ્કોર્ટમાં કોન્સ્ટેબલની ટીમ ડયુટી કરે છે.

આ હશે નવી વ્યવસ્થા
નવી વ્યવસ્થા મુજબ ઓછામાં ઓછો એએસઆઈ સ્તરનો કર્મચારી આરપીએફ એસ્કોર્ટ ટીમનું નેતૃત્વ કરશે. ટ્રેનમાં ડ્યુટી શરુ થતા પહેલા ડ્યુટી પ્રભાવી ક્ષેત્ર, ખંડ વગેરેમાં થતા અપરાધ અને અન્ય ખતરાને લઇને વિસ્તૃત જાણકારી આપશે. ડ્યુટી પુરી થયા બાદ તે જનરલ ડાયરીમાં તેમના કાર્યને લઇને પોતાની ટિપ્પણી નોંધશે. જેની સમયાંતરે સમીક્ષા થશે. દરેક સ્ટેશનોના પ્રભારી નિરીક્ષક, ઉપ નિરીક્ષક વગેરેનું દર સપ્તાહે સપ્તાહમાં બે વાર અને ત્રણ વાર ઉચ્ચક નિરીક્ષણ ફરજિયાત કરી દેવાયું છે. જ્યારે રાત્રે 10 વાગ્યાથી વહેલી સવારે ચાર વાગ્યા સુધી એસ્કોર્ટ ટીમના સંપર્કમાં રહેશે. ઉપ સુરક્ષા અધિકારી મહિનામાં એકવાર સુરક્ષા વ્યવસ્થાની વ્યવસ્થા કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement