અબડાસાના બિટ્ટાની કંપનીમાં મોડી રાત્રે લૂટારા ત્રાટક્યા,સુરક્ષાકર્મી પર જીવલેણ હુમલો

21 October 2021 12:16 PM
kutch Crime
  • અબડાસાના બિટ્ટાની કંપનીમાં મોડી રાત્રે લૂટારા ત્રાટક્યા,સુરક્ષાકર્મી પર જીવલેણ હુમલો

અદાણી સોલાર કંપનીમાં ઘટના...

ભુજ, તા.21
હજુ થોડા સમય અગાઉ કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા એક એકમમાં લૂંટ ચલાવવાના ઇરાદે ઘુસી આવેલા ધાડપાડુઓએ, એકમની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના તાજી જ છે ત્યારે ફરી અબડાસા તાલુકાના બીટ્ટા ગામ નજીક આવેલી અદાણી સોલાર કંપનીમાં મોડી રાત્રે ઘુસી આવેલી લૂટારૂ ટોળકીને પકડવા જતાં સુરક્ષા કર્મીઓ સાથે ઝપાઝપી દરમ્યાન એક કર્મીના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ ધાડપાડુઓ નાસી જતાં નલિયા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીટ્ટા ગામે રહેતા અને અદાણી સોલાર કંપનીમાં સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ રામજીભાઇ સંઘારની ફરિયાદને ટાંકીને નલિયા પોલીસે જણાવ્યું હતું કે, ગત મંગળવારે રાત્રીના ચોરીના ઇરાદે પાંચ જેટલા શખ્સો કંપનીમાં પ્રવેશ્યા હતા. દરમિયાન તસ્કરો કંપનીના સીસીટીવી કેમેરામાં દેખાઇ જતાં ફરજ પર ફરિયાદી સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડ બીપીનચંન્દ્ર ભટ્ટ અને રમેશચન્દ્ર ભટ્ટએ તસ્કરોને ઝડપી પડ્યા હતા.તસ્કરો સાથે ઝપાઝપી થતાં ચોર ટોળકી પૈકીને એક શખ્સે સિક્યુરીટી ગાર્ડ બીપીનચંન્દ્ર ભટ્ટના પેટના ભાગે તિક્ષ્ણ હથિયારનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં હુમલો કરી તસ્કરો નાસી છુટ્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement