વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા 3 શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો

21 October 2021 12:17 PM
Morbi Crime
  • વાંકાનેરનાં સતાપર ગામે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા 3 શખ્સોએ બાઈકમાં તોડફોડ કરી આધેડને માર માર્યો

પથ્થરમારો કરીને હુમલો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 21
વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે આધેડ પોતાની વાડીએ પડોશીની સાથે બેઠા હતા ત્યારે પાડોશી ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા માટે ત્રણ શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સો દ્વારા બાઈકમાં તોડફોડ શરૂ કરવામાં આવી હતી આધેડે તેઓને રોકવા જતાં તેને પથ્થર વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે રહેતા સવસીભાઇ કલાભાઇ ધરજીયા કોળી (ઉ.50) એ રવીભાઇ હેમતભાઇ કોળી, સુનીલભાઇ નારણભાઇ કોળી અને રાધવભાઇ ગોરધનભાઇ કોળી રહે. બધા ત્રાજપર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાડીએ હતા અને બાજુની વાડી વાળા મનસુખભાઇ કેશાભાઇનું બાઇક વાડીએ પડેલ હતું ત્યારે આરોપીએ ત્યાં બુલેટ લઈને આવીને મનસુખભાઇ કેશાભાઇ પાસે રૂપીયા લેવા હતા

જેથી મનસુખભાઇના બાઈકમા તોડફોડ કરી છુટા પથ્થરના ઘા મારી ઇજા કરેલ હતી તેમજ આરોપી રવીભાઇ હેમતભાઇ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.કલમ 323, 337, 427, 504, 506(ર), 114 તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement