કુકાવાવના વેપારી સાથે રૂા.2.26 લાખની છેતરપીંડી:પડધરી પોલીસમાં ગુનો નોંધાયો

21 October 2021 12:33 PM
Rajkot
  • કુકાવાવના વેપારી સાથે રૂા.2.26  લાખની છેતરપીંડી:પડધરી પોલીસમાં ગુનો નોંધાયો

ટ્રાન્સપોર્ટમાં મોકલેલા 400 નંગ પાર્ટીકલ બોર્ડ ટ્રક ચાલક લઇ ફરાર

રાજકોટ તા 21
અમરેલીના કુકવાવના વેપારીના રૂ.2.26 લાખની કિમતના 400 જેટલા પાર્ટીકલ બોર્ડ ટ્રક ચાલક લઇ ફરાર થઇ જતા આ મામલે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ અમરેલીના કુકવાવના વતની હાલ અમદાવાદમાં નરોડામાં જાનકી રો હાઉસ ખાતે આવેલ રો હાઉસમાં રહેતા આનંદપૂરી રમેશપૂરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક નંબર જીજે 23 એ.ટી 0725 ના માલિક અને ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આનંદપૂરીએ પોતના પેઢીમાં વેચાણ માટે રાખેલ 400 નંગ પાર્ટીકલ બોર્ડ જેની કીમત રૂ.2.26 લાખ થાય છે તે ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યા હોય તે ટ્રક ચાલક બારોબાર વિશ્વાસઘાત કરી છેતરપીંડી થી લઇ ગયો હોય અને નિયત જગ્યાએ ડીલવરી કરી ન હોય જે અંગે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પી.એસ.આઈ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement