લલિતભાઈ વસાવડાનું નિધન : સાહિત્ય જગતમાં શોક

21 October 2021 12:36 PM
Rajkot
  • લલિતભાઈ વસાવડાનું નિધન : સાહિત્ય જગતમાં શોક

જાણીતા લેખક, મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના પિતાશ્રી

રાજકોટ,તા. 21
જાણીતા લેખક, મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના પિતા લલિતભાઈ વસાવડાનું ગઇકાલ શરદ પુનમની રાત્રે 11-30 કલાકે 85 વર્ષની વયે રાજકોટમાં તેમના નિવાસસ્થાને નિધન થતા પત્રકાર જગત, સાહિત્ય જગતમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

આજે સવારે છ વાગે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. અને મોટામવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયભાઈ વસાવડા સતત તેમની દેખરેખમાં હતા. અંતિમ સમયે જયભાઈ તથા તેમના મામી હાજર રહ્યાં હતાં.

બે દિવસ પૂર્વે છ કલાક વીજળી ચાલી જતાં ઓક્સીજન પર રહેલા લલિતભાઈને શ્ર્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડવા લાગી. ડો. ચિરાગ માત્રાવડીયા તેમની સારવાર કરતાં હતાં. તેઓ આવીને જોઇ ગયા હતા. તેમણે ઉપચાર કર્યા પરંતુ સારવાર કારગત ન નીવડી. ગઇકાલે લલીતભાઈએ અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે તેમણે જયભાઈનો હાથ પકડી રાખ્યો હતો. ડો. ચિરાગ માત્રાવડીયાને બોલાવવામાં આવ્યા અને જણાવ્યું કે લલીતભાઈ હવે આપણી વચ્ચે રહ્યાં નથી.
2002ની સાલમાં જયભાઈના માતુશ્રીનું 58 વર્ષની વયે નિધન થયું હતું. ગઇકાલે લલિતભાઈનું 85 વર્ષની વયે નિધન થતાં પરિવારમાં શોક છવાયો છે.

પિતાની સેવા
ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જયભાઈનું નામ વિશ્ર્વ કક્ષાએ જાણીતું છે છતાં પિતાની સેવામાં ક્યારેય પાછીપાની કરી નથી. તેઓ અવારનવાર સોશ્યલ મીડિયામાં પિતા વિષે જણાવતા હતા.

લલિતભાઈનો જન્મ બગસરામાં થયો હતો. તેઓ મૂળ જૂનાગઢના હતા. જ્યારે જય વસાવડાનો જન્મ ભાવનગરમાં થયો હતો. જયભાઈ એક વર્ષના થયા ત્યારે પરિવાર ગોંડલ આવીને વસ્યો હતો. તેઓ ગોંડલમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. જયભાઈ આજે જે કક્ષાએ વિશ્ર્વભરમાં નામ રોશન કર્યું છે તેની પાછળ માતા પિતાની ભૂમિકા અગ્રેસર રહી છે. જ્યારે પિતા ઘેર આવતાં ત્યારે એક પુસ્તક લઇને આવતાં. આથી ઘરમાં વિશાળ લાયબ્રેરી બની ગઇ.


લલિતભાઈ નિબંધન સ્પર્ધામાં વિજેતા થયા હતા ત્યારે પં. જવાહરલાલ નહેરુના હસ્તે સુવર્ણચંદ્રક મળેલું હતું. અત્યંત સૌમ્ય, ચિંતનશીલ, સાહિત્યપ્રેમી સ્વભાવ ધરાવતા લલિતભાઇ જૂનાગઢના કવિ મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ સહિતના કવિઓ સાથે ગાઢ ઘરોબો ધરાવતા હતા.

તેમને વીસ દિવસ પહેલાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે દાખલ કરાયા હતા. ડો. ચિરાગ માત્રાવડિયા તેમની સારવાર કરતા હતાં. તેમને ઘણું સારુ થઇ ગયું હતું અને ઘેર લઇ ગયા. તેમની તબીયત સ્વસ્થ હતી પરંતુ બે દિવસ પૂર્વે છ કલાક વીજળી ખોરવાઈ જતાં તેમને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડી અને ગઇકાલે રાત્રે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા. ‘સાંજ સમાચાર’ પરિવાર સાથે જય વસાવડાનો પારિવારિક સંબંધ છે તેમના પિતાનું નિધન થતાં સાંજ સમાચાર પરિવારે બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

મૃત્યુને પણ કોઇ કારણ જોઇએ છે
બે દિવસ પૂર્વે છ કલાક સુધી વીજળી ચાલી જતાં લલિતભાઈને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી અને...
જાણીતા લેખક જય વસાવડાના પિતાશ્રી લલિતભાઈને બે દિવસ પૂર્વે તબીયત સુધારા પર હતી પરંતુ છ કલાક વીજળી ચાલી જતાં ઓક્સીજન પર હોવાથી તેઓને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી થવા લાગી હતી. અને ત્યારબાદ ઉતરોતર તેમની તબીયત બગડવા લાગી હતી. ડો. ચિરાગ માત્રાવડીયા તેમની સારવાર કરતાં હતા. તેઓ તરત જ જયભાઈના ઘેર પહોંચ્યા હતા અને સારવાર કરી પરંતુ તેઓ બચાવી ન શક્યા. લલિતભાઈએ ગઇરાતે 11-30 કલાકે પોતાના પુત્ર જયભાઈના હાથમાં હાથ રાખીને અંતિમ શ્ર્વાસ લીધા હતા.

મૃત્યુને પણ કારણ જોઇતું હોય છે તેમ લલિતભાઇના નિધનમાં છ કલાક રીસાયેલી વીજળી નિમિત બની. જયભાઈ પિતાની સેવા માટે સદાય અગ્રેસર રહેતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement