જૂનાગઢમાં કેદીનો જેલ સિપાઈ પર હુમલો

21 October 2021 12:46 PM
Junagadh Crime
  • જૂનાગઢમાં કેદીનો જેલ સિપાઈ પર હુમલો

દવાખાને જવાના બહાને મારામારી : બિયારણમાં વેપારી સાથે 32 લાખની ઠગાઈ

જૂનાગઢ,તા. 21
જૂનાગઢની સેન્ટ્રલ જેલના કેદીએ જેલના સિપાઈને બોલાવી ગાળો ભાંડી હુમલો કરી ઢોર માર માર્યાની ફરિયાદ એ ડીવીઝનમાં સિપાઈએ નોંધાવી છે. સિપાઈનો ડ્રેસ ફાડી નાખ્યો અને પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગેની એ ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ સેન્ટ્રલ જેલની અંદર સિપાઈ તરીકે નોકરી કરતા હેમરાજસિંહ પરમાર ગતરાત્રિનાં 10-10 કલાકે તેમની ફરજ પર હતા ત્યારે જેલની બેરેક-3 સર્કલ-1માં કેદી અબ્દુલગની ફારુક કુકસવાડીયાએ સિપાઈ હેમરાજસિંહ પરમારને બોલાવી તેમને દવાખાને લઇ જવાનું કહેતા સિપાઈ હેમરાજસિંહે તેને બેરેકમાંથી બહાર કાઢતા આરોપી કેદીએ જેમ ફાવે તેમ ભુંડી ગાળો ભાંડી હુમલો કરી માર મારી ડ્રેસ ફાડી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પીઆઈ આર.પી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

છેતરપીંડી
જૂનાગઢ ખાતે રહેતા અને ભેંસાણ ચોકડી પાસે બિયારણનો ધંધો કરતાં વેપારીએ દ્વારકા જિલ્લાનાં બે શખસોને 34 લાખ ઉપરનું બીયારણ મંગાવી નાણા ન ચુકવી છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ટીંબાવાડી વંથલી રોડ કૈલાશનગર બ્લોક 23 ખોડીયાર કૃપામાં રહેતા અને ભેંસાણ ચોકડી પ્લોટ 12માં યુનિવર્સિટી સીડ્સનો વ્યવસાય કરતા પંકજભાઇ જમનાદાસ શેખડા ઉ.36 પાસે ગત તા. 3-11-2020 થી તા. 23-11-20 દરમિયાન આરોપીઓ ભાવેશ રામજી સચદેવ રહે. નંદાણા, તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા અને રમેશ રામજી ડાભી રહે. જામગઢકા (નવાગઢકા) જામકલ્યાણપુર (દ્વારકા) બન્નેએ બિયારણ માટે વિશ્ર્વાસમાં લઇ પંકજભાઇ શેખડા પાસેથી અલગ અલગ તારીખે બિયારણો મંગાવી કુલ 34,09,014નો જથ્થો મંગાવી તેના નાણા ન ચુકવી વિશ્ર્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ તા. 20-10નાં નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement